અને મારો જીવ બચાવી અને મને અહીંયા થી બહાર કાઢી અને લઇ જશે પણ તને બચાવવા માટે કોણ આવશે ? અને બન્યું પણ એવું જ થોડી વાર માં ગાય નો માલિક ત્યાં આવ્યો.
અને ગાય ને કાદવ માંથી બહાર કાઢી અને પોતાની સાથે લઇ ને ચાલતો થયો ગાય પોતાના માલિક ની સામે આભાર માનતી હોય તેમ જોઈ રહી હતી તેનો માલિક સિંહ ને પણ કાદવ માંથી બહાર કાઢી શકતો હતો.
પણ તેમ કરવા માં પોતાના જ જીવનું જોખમ થઈ જાય આ વાર્તા માં ગાય છે તે આપણા સમર્પિત હૃદય નું પ્રતીક છે.
જ્યારે સિંહ છે તે આપણું અહંકારી મન છે અને માલિક તે આપણા ભગવાન છે અને કીચડ છે તે આપણે જે સંસાર માં જીવી રહ્યા છીએ તે છે.
આપણું જીવન સંઘર્ષ અને અસ્તિત્વ ની લડાઈ છે કોઈ ની ઉપર નિર્ભય હોવું તે સારી વાત છે પરંતુ હું જ બધું છું અને મારે કોઈ ના સહકાર ની જરૂર નથી તે આપણો અહંકાર છે.
અને અહંકાર થી જ આપણા પતન ના બીજ રોપાય છે ભગવાન આપણી અનેક રૂપ માં રક્ષા કરે છે અને તેનાથી વધારે મોટું કોઈ હિતેચ્છુ જગતમાં કોઈ નથી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.