જંગલ માં આવેલા એક નાના ગામ માંથી ગાયો ચરવા માટે દરરોજ જંગલમાં જતી હતી, ત્યારે એક ગાય ઘાસ ચરતાં ચરતાં જંગલ માં અંદર સુધી ચાલી ગઈ.
ત્યારે તેની પાછળ એક સિંહ પડી ગયો હવે ગાય દોડતા દોડતા નજીકમાં આવેલ એક તળાવ માં ચાલી ગઈ.
અને સિંહ પણ તેની પાછળ તળાવ માં આવ્યો તળાવ માં પાણી ઓછું અને કાદવ વધારે હતો તેથી ગાય અને સિંહ બંને કાદવ માં ખૂંચવા લાગ્યા બંને ની વચ્ચે અંતર પણ થોડું હતું.
પણ સિંહ ગાય ને કઈ નુકસાન કરી શકે તેમ નહોતો કારણ કે બંને ના પગ કાદવ માં ખુંચી ગયા હતા અને કોઈ જાત નું હલનચલન કરી શકતા નહોતા.
થોડીવાર માં સાંજ પડી જશે અને અંધારું થઇ જશે ત્યારે ગાયે સિંહ ને પૂછ્યું તમારે કોઈ માલિક છે ?ત્યારે સિંહે અભિમાન થી કહ્યું કે મારે કોઈ માલિક ના હોય હું જ આખા જંગલ નો રાજા છું.
ત્યારે ગાયે કહ્યું કે જંગલ નો રાજા ભલે હોય પણ અહીંયા તેનો શું ઉપયોગ તું તારી જાતે તો કાદવ માંથી બહાર નીકળી શકવાનો નથી તારી સત્તા અને શક્તિ થી તારો જીવ બચાવી શકવાનો નથી.
એટલે સિંહે ગાય ને કહ્યું કે તારી હાલત પણ મારા જેવી જ છે એટલે ગાય હસવા લાગી અને બોલી હમણાં સાંજ પડી જશે અને હું પછી ઘરે નહિ પહોંચું એટલે મારો માલિક મને શોધવા માટે આવશે.