તેને ફરી પાછું કહ્યું કે તમારી પાસે લોકરની ચાવી છે, તેને કહ્યું હા મારી પાસે તો ચાવી હોય જ ને. કેશુભાઈ એ કહ્યું બસ એ ચાવી છે એ જ તમે પૂછેલા સવાલનો જવાબ છે. અરે ભાઈ શું તમે આડુંઅવળું બોલ્યા કરો છો? હવે મને પણ થોડો ગુસ્સો આવ્યો.
કેશુભાઇએ શાંતિથી જવાબ આપતા કહ્યું કે અરે ગુસ્સે ના થાઓ, હું સમજાવું છું. બેંકના લોકરની એક ચાવી તમારી પાસે હોય છે અને એક ચાવી મેનેજર પાસે હોય છે. એ સાચી વાત છે? મેં ફરી ઈશારામાં હા પાડી.
તેને વાત આગળ વધારતાં કહ્યું કે તમારી પાસે જે ચાવી છે તે મહેનત ની ચાવી છે, અને તમારા મેનેજર પાસે જે ચાવી પડી છે તે નસીબ એટલે કે ભાગ્ય ની ચાવી છે.
જ્યાં સુધી બંને ચાવી લગાવવામાં નહીં આવે ત્યાં સુધી લોકર ખુલવાનું નથી. તમારી ચાવી કર્મની ચાવી છે એટલે કે તમે કર્મયોગી પુરુષ છો. અને મેનેજર પાસે ભાગ્ય ની ચાવી એ મેનેજર ની ચાવી એટલે ભગવાન ની ચાવી.
તમારે તમારી ચાવી કાયમ માટે લગાવતા રહેવું જોઈએ, આપણને ખબર નથી રહેવાની કે ભગવાન તેની ચાવી ક્યારે લગાવી દે, પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે ભગવાન તેની ચાવી લગાવતા હોય ત્યારે આપણે મહેનત ની ચાવી ન લગાવીએ તો આપણું લોકર એટલે કે આપણા ભાગ્યનું તાળું નહીં ખૂલે.
એટલા માટે મહેનત કરવામાં ક્યારે પાછું ન પડવું અને તેમાંથી ક્યારે ભાગ્ય ખુલી જાય તે આપણા હાથમાં નથી પણ મહેનત કરવાનું તો આપણા હાથમાં છે ને?
કેશુભાઈ પાસેથી કર્મ અને ભાગ્ય નું આવું અર્થઘટન મેં જિંદગીમાં પહેલી વખત સાંભળ્યું. દુનિયાના બધા માણસોમાં એક વાત વિશેષ હોય છે કે જે બીજામાં નથી હોતી, આમ દરેક માણસ માંથી તેની વિશેષતા માંથી આપણે કંઈક ને કંઈક શીખી શકીએ છીએ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.