માણસ તેની મહેનતથી આગળ વધે છે કે પછી નસીબથી? સમય કાઢીને આ વાંચી લેજો એટલે સમજાઈ જશે
કેશુભાઈ એક નાની દુકાન ચલાવતા અને ઈમાનદારીથી પોતાનો ધંધો કરતા. તેનું કામકાજ બધા વેપારીઓથી બિલકુલ અલગ પ્રકારનું જ હતું, તેની પાસે ખરીદીમાં આવતા ગ્રાહકો સાથે તેઓ ઘણી વખત વાતો કરવા લાગતા.
તેમાં પણ પોતે ખૂબ જ ધાર્મિક હોવાથી ધર્મને લગતી વાતો વધારે કરવા લાગતા, ઘણી વખત તો ગ્રાહક પણ કંટાળી જતા અને કહેતા તે હવે મને મારી વસ્તુ આપી દો એટલે હું અહીંયાંથી નીકળી શકું. મારે બીજા પણ ઘણા કામ છે.
એક દિવસ મારે પણ કેશુભાઈને ત્યાં ખરીદી કરવા જવાનું થયું, મારો નિયમ હતો કે કેશુભાઈ સાથે જો વાતો કરવા બેસી જઉં તો સમયનું ભાન ન રહે એટલે હું જ્યારે પુષ્કળ સમય હોય ત્યારે જ ત્યાં ખરીદી કરવા માટે જતો.
હું ગયો અને મને જોઈને કેશુભાઈ પણ ધીમે ધીમે વાતો કરવા લાગ્યા, મારી પાસે સમય તો પુષ્કળ હતો. સાથે કેશુભાઈ સાથે કંઈક મસ્તી કરવાનું પણ મન થયું અને વિચારવા લાગ્યો કે આજે તો એવો સવાલ પૂછવો છે જેનો જવાબ એની પાસે હોય જ નહીં.
મેં કેશુભાઈ ને પૂછ્યું માણસ તેની મહેનતથી આગળ વધે છે કે પછી નસીબથી? સવાલ પૂછીને હું તો પોતાને શાબાશી મનોમન આપવા લાગ્યો કારણકે મને એવું લાગતું હતું કે કેશુભાઈ પાસે આ સવાલનો જવાબ નહીં હોય. પરંતુ એને જવાબ આપ્યો તે સાંભળીને હું દંગ રહી ગયો.
કેશુભાઈ નો આ જવાબ સાંભળીને હું પણ તમારા બધાની સાથે શેર કરવા માટે મજબૂર થઈ ગયો. વાત એમ હતી કે સવાલ પૂછ્યા પછી કેશુભાઇએ મને પૂછ્યું તમારે બેંકમાં ખાતું તો હશે ને?
મને થયું કે કેશુભાઈ વાત ફેલાવવા માંગે છે એટલે મેં તેને પૂછ્યું કે તમે મારા સવાલનો જવાબ ન આપ્યો, કેશુભાઈ સહેજ મોટા અવાજે બોલ્યા કે અરે ભાઈ એ જ આપું છું. તમે મને કહો કે તમારી પાસે બેંકમાં ખાતું છે? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
મેં તો વળી ગરબા સાથે કહ્યું અરે એક બે નહીં અનેક બેંકમાં ખાતું છે, તેણે મને પૂછ્યું કે ખાતું છે તો પછી બેંકમાં લોકર પણ રાખેલું હશે.? મેં આ વખતે માત્ર ઈશારાથી હા કહી દીધી.
તેને ફરી પાછું કહ્યું કે તમારી પાસે લોકરની ચાવી છે, તેને કહ્યું હા મારી પાસે તો ચાવી હોય જ ને. કેશુભાઈ એ કહ્યું બસ એ ચાવી છે એ જ તમે પૂછેલા સવાલનો જવાબ છે. અરે ભાઈ શું તમે આડુંઅવળું બોલ્યા કરો છો? હવે મને પણ થોડો ગુસ્સો આવ્યો.
કેશુભાઇએ શાંતિથી જવાબ આપતા કહ્યું કે અરે ગુસ્સે ના થાઓ, હું સમજાવું છું. બેંકના લોકરની એક ચાવી તમારી પાસે હોય છે અને એક ચાવી મેનેજર પાસે હોય છે. એ સાચી વાત છે? મેં ફરી ઈશારામાં હા પાડી.
તેને વાત આગળ વધારતાં કહ્યું કે તમારી પાસે જે ચાવી છે તે મહેનત ની ચાવી છે, અને તમારા મેનેજર પાસે જે ચાવી પડી છે તે નસીબ એટલે કે ભાગ્ય ની ચાવી છે.
જ્યાં સુધી બંને ચાવી લગાવવામાં નહીં આવે ત્યાં સુધી લોકર ખુલવાનું નથી. તમારી ચાવી કર્મની ચાવી છે એટલે કે તમે કર્મયોગી પુરુષ છો. અને મેનેજર પાસે ભાગ્ય ની ચાવી એ મેનેજર ની ચાવી એટલે ભગવાન ની ચાવી.
તમારે તમારી ચાવી કાયમ માટે લગાવતા રહેવું જોઈએ, આપણને ખબર નથી રહેવાની કે ભગવાન તેની ચાવી ક્યારે લગાવી દે, પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે ભગવાન તેની ચાવી લગાવતા હોય ત્યારે આપણે મહેનત ની ચાવી ન લગાવીએ તો આપણું લોકર એટલે કે આપણા ભાગ્યનું તાળું નહીં ખૂલે.
એટલા માટે મહેનત કરવામાં ક્યારે પાછું ન પડવું અને તેમાંથી ક્યારે ભાગ્ય ખુલી જાય તે આપણા હાથમાં નથી પણ મહેનત કરવાનું તો આપણા હાથમાં છે ને?
કેશુભાઈ પાસેથી કર્મ અને ભાગ્ય નું આવું અર્થઘટન મેં જિંદગીમાં પહેલી વખત સાંભળ્યું. દુનિયાના બધા માણસોમાં એક વાત વિશેષ હોય છે કે જે બીજામાં નથી હોતી, આમ દરેક માણસ માંથી તેની વિશેષતા માંથી આપણે કંઈક ને કંઈક શીખી શકીએ છીએ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.