આટલું કહી ને તે માણસ મહાદેવજી ના દર્શન કરવા મંદિર માં દાખલ થયો ત્યાં જ પેલો થાળ આ વ્યક્તિ પાસે સરકી ને આવી ગયો. અને પુજારીજી એ બધી વાત કરી કે આવી રીતે સવારે આ થાળ અહીંયા પ્રગટ થયો છે. અને તે વહાલા ભક્ત તમે છો. જેથી આ થાળ ઉપર તમારો અધિકાર છે.
એ વ્યક્તિ થાળ લઇ ને બીમાર ભિક્ષુક ને જમાડવા લાગે છે, જે બીમાર ઉપરાંત ભૂખ્યો પણ છે અને થાળ પૂરો થતાની સાથે જ તે ભિક્ષુકે સાક્ષાત મહાદેવજી નું રૂપ લઇ ને દર્શન આપ્યા.
આખા ગામ ના માણસો જ્યાં થી પસાર થયા ત્યાં જ એ ભિક્ષુક સૂતો હતો. પણ કોઈ ને તેની દયા નો આવી અને તેની સામે જોયું પણ નહિ. અથવા ધ્યાન પડ્યું પણ હોય તો અવગણી ને આગળ ચાલી નીકળ્યા પણ આ વ્યક્તિ પહેલા એ બીમાર અને ભૂખ્યા ભિક્ષુક પાસે રોકાયો. અને તેની તકલીફ જાણી અને તેનાથી બનતી મદદ કરવાનું કહ્યું જેથી ભગવાન મહાદેવજી ને તે સૌથી વહાલો લાગ્યો.
માનવ સેવા એ જ પ્રભુ સેવા, કોઈ પણ જીવની કઈ પણ સેવા કે જે આપણે કરી શકીએ એ પ્રભુ સેવા જ છે અને ભગવાન પણ એમાં જ રાજી છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.