હિન્દી સિનેમા જગત માટે રવિવારની સવાર એક ખૂબ જ દુખદ સમાચાર લઈને આવી હતી. સરસ્વતી પૂજા ના બીજા દિવસે જ સરસ્વતી નો સ્વર તેમજ તેનું ગાયન થંભી ગયું. મહાન ગાયિકા લતા મંગેશકરનું રવિવારે એટલે કે આજે સવારે દુઃખદ અવસાન થયું હતું.
ખરાબ સ્વાસ્થ્યની સમસ્યાઓથી પીડાઈ રહેલા મહાન ગાયિકા લતા મંગેશકર નો નિધન આજે સવારે થયું હતું. તેઓની ઉંમર ૯૨ વર્ષની હતી તેઓના નિધન ની જાણકારી તેમની બહેન ઉષા મંગેશકર એ આપી હતી. જણાવી દઈએ કે તેઓ લગભગ એક મહિના થી મુંબઈની હોસ્પિટલમાં દાખલ હતા. જાણકારી અનુસાર આજે સવારે આઠ કલાક ને બાર મિનિટ એ તેઓએ અંતિમ શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિના ની આઠમી તારીખે તેઓને કોરોના નું સંક્રમણ પણ થયું હતું.
તેઓ ની કોરોના ની તેમજ ન્યુમોનિયા ની સારવાર ચાલી રહી હતી. ૨૯ દિવસ સુધી કોરોના તેમજ ન્યુમોનિયા સાથે લડી રહ્યા હતા. તેઓને હોસ્પિટલના ICU વિભાગમાં રાખવામાં આવેલ હતા. સારવાર દરમિયાન તેઓની તબિયતમાં થોડો સુધારો પણ જોવા મળ્યો હતો જેને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ટ્વિટર ઉપર નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ સિવાય પ્રધાનમંત્રી તેમજ રાજકારણ અને બોલિવૂડ જગતની અનેક હસ્તીઓ શોક વ્યક્ત કર્યો હતો.