ત્યારે તે માણસ થી રહેવાયું નહિ અને ગરીબ વિધવા સ્ત્રી ને પૂછ્યું કે તમે મને એ પણ પૂછ્યું નહિ કે આ બધું કોણે મોકલ્યું છે ?ત્યારે તે સ્ત્રી એ કહ્યું કે એમાં પૂછવાનું શું હોય ?
મને મારા ભગવાન પર પુરે પૂરો વિશ્વાસ છે અને તે આદેશ કરે ત્યારે શૈતાન ને તો શું શૈતાન ના બાપ ને પણ તેના આદેશ નું પાલન કરવું પડે છે.
જ્યારે તે ઘમંડી વ્યક્તિ નો માણસ તેના શેઠ પાસે આવી અને વાત કરે છે કે તે સ્ત્રી એ કશું પૂછ્યું તો નહિ પણ અંતે મેં તેને પૂછતાં આ જવાબ આપ્યો ત્યારે તે ઘમંડી અને નાસ્તિક માણસ નો બધો વહેમ તેના મન માંથી નીકળી ગયો.
અને ગરીબ સ્ત્રી પાસે આવી અને પસ્તાવો કરવા લાગ્યો કે તમારા જેવી પવિત્ર સ્ત્રી ની મેં મજાક ઉડાવી તમારી એક પ્રાર્થના થી ભગવાન પણ તમારી વ્યવસ્થા મારા દ્વારા કરાવી, આટલું બોલી અને તે ગરીબ સ્ત્રી ના પગ માં પડી ગયો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો…