ઉતાવળ એટલા માટે હતી કારણ કે તે છોકરાને ડોક્ટરે કહ્યું હતું કે આ દવા ચાર ચમચી અત્યારે જ પીવડાવી દો એટલે તેના મોટાભાઈનો જીવ બચી જશે, પછી તે છોકરાએ પૂછ્યું તમારી પાસે આ દવા છે ને? પ્રતાપભાઈ ના દીકરાએ તરત જ દવા આપી.
તે છોકરો બિલની ચુકવણી કરીને ઝડપથી ચાલ્યો ગયો.. થોડીવાર પછી જ્યારે વીજળી આવી ત્યારે પ્રતાપભાઈના દીકરાને ખબર પડી કે તે છોકરો તો હકીકતમાં ઉંદર મારવાની દવા લઈને ચાલ્યો ગયો છે. જે હમણાં જ બીજો ગ્રાહક પરત દઈને ગયો હતો અને તે શીશી કાઉન્ટર પર જ પડી હતી.
તે છોકરો પણ ભણેલો ન હોવાથી ભૂલમાં તે શિષ્યો લઈને ચાલ્યો ગયો અને જો તે દવા પીવડાવી દેશે તો તેના ભાઈનો જીવ જતા જરા પણ વાર નહીં લાગે આ વાત જાણીને પ્રતાપભાઈ ના દીકરા નો પરસેવો છૂટી ગયો.
. શું કરવું તેની કંઈ સમજ નહોતી પડતી આખરે ભગવાનને યાદ કરવા લાગ્યો. અને કહેવા લાગ્યો કે ભગવાન આ તો અનર્થ થઈ ગયો હવે તે બીમાર વ્યક્તિનું શું થશે?? આવી મુસીબતની ઘડી આવે ત્યારે પિતાજીએ કહેલી વાત તેને અચાનક યાદ આવી.
તે ભગવાન સામે હાથ જોડીને ઉભો રહી ગયો અને આજીજી કરી પ્રાર્થના કરવા લાગ્યો કે તે છોકરાના મોટાભાઈનો જીવ બચાવી લો તેનો નાનો ભાઈ અહીં ભૂલથી ઉંદર મારવાની દવા લઈ ગયો છે. જો તે આપી દેશે તો અનર્થ થઇ જશે.
એટલું જ નહીં તે પોતે પણ મુશ્કેલીમાં આવી જશે, હજુ તેની પ્રાર્થના પૂરી થવા ઉપર હતી ત્યાં જ ફરી પાછું કોઈ તેની દુકાનમાં આવે છે. નજર કરી તો એ જ છોકરો તેની દુકાને પાછો આવ્યો હતો, અને તેને કહ્યું કે ભાઈ હું ઉતાવળે જતો હતો ત્યારે રસ્તામાં કાદવના હિસાબે લપસીને પડ્યો.
એમાં તમે આપેલી દવાની શીશી ફૂટી ગઈ છે મને ઝડપથી બીજી શીશી આપી દો, પ્રતાપભાઈના દીકરાએ તરત જ સાચી દવાની એક સીસી આપી અને કહ્યું તું પહેલા ઘરે જઈને આ દવા આપી દે, અને આ બીજી શીશીના દવાના રૂપિયા નથી લેવાના.
છોકરો ત્યાંથી જતો રહ્યો અને તે પોતે ભગવાનની સામે જોઈને તેનો આભાર માનવા લાગ્યો, તેના પિતાની કહેલી વાત યાદ આવતા તે રડી પડ્યો અને આજે તેને સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે આ દુનિયા માણસ નહીં પરંતુ ભગવાન ચલાવે છે. પ્રેમ અને ભક્તિ ભર્યા હૃદયથી કરેલી પ્રાર્થના નો ક્યારેય અસ્વીકાર થતો નથી, ભગવાન તે પ્રાર્થનાનો જવાબ ચોક્કસ આપે છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.