બે બે દીકરાઓ ની માતા હોવા છતાં સરલાબેન નું માતૃત્વ અત્યાર સુધી જે એકલતા અનુભવી રહ્યું હતું. તે આજે ગુલાબ ના બગીચા માં બધા છોડ માં એકસાથે ગુલાબ આવ્યા હોય અને આખો બગીચો જેમ મહેકી ઉઠે તેમ સરલાબેન નું માતૃત્વ આજે ખીલી ઉઠ્યું હતું.
અને દીકરી ને પ્રેમ થી લાડ લડાવી રહ્યા હતા. દીકરીને દત્તક લેવાના હરખ માં એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. જેમાં બધા સગા સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું. ત્યારે તે બધા ના મન માં પણ એકજ સવાલ હતો કે આ ઉંમરે દીકરી દત્તક લેવાની જરૂરત શું હતી ???
ત્યારે બધા ની વચ્ચે સરલાબેને સંબોધન કર્યું કે હું આજે તમારા મન માં રહેલા પ્રશ્ન નો જવાબ આપવા માંગુ છું. અને કહું છું કે દરેક ઘર માં એક દીકરી તો હોવી જ જોઈએ. દીકરી પ્રેમ અને પોતાપણું ની લાગણી થી પરિવાર ના સભ્યો ને એકબીજા થી બાંધી ને રાખે છે.
બે બે દીકરા હોવા છતાં તે માતૃત્વ નો અસંતોષ ભોગવી રહ્યા હતા. કારણ કે દીકરાઓ ને પોતાની માં પાસે બેસવાનો પણ સમય હતો નહિ. દીકરી શક્તિ નો સ્ત્રોત છે. દીકરી પરિવાર ની એકતા છે અને અત્યાર ના સમય માં કોઈ ના ઘેર દીકરી નો જન્મ થાય છે.
તો તેના જ પરિવાર ના સભ્યો ના મોઢા દિવેલ પીધું હોય તેવા થઇ જાય છે દીકરાઓ પરિવાર નો અને પોતાનો વંશ જરૂર આગળ વધારી શકે છે પરંતુ માતૃત્વ નો વંશ તો દીકરી જ વધારી શકે છે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.