અને બધા ડાઇનિંગ ટેબલ પાર સાથે જમવા માટે બેઠા ત્યારે કાર્તિક ના માતા એ નિધિ ને નોકરી મુકવાની વાત નો ફરી થી ઉલ્લેખ કર્યો, એટલે નિધિ એ તેના સાસુ ને કહ્યું કે હું જયારે પરણીને આવી ત્યારે મારા માતા પિતા એ મને સલાહ આપેલી કે હવે થી તારું સાચું ઘર તારું સાસરું જ છે.
એટલે ત્યાં ના દરેક કામ માં દરેક સુખ દુઃખ માં તારે ભાગ લેવાનો છે. અને હું મારા પગાર માંથી હપ્તા માટે જયારે રૂપિયા આપું છું. ત્યારે મને પણ સંતોષ થાય છે. આટલું સાંભળ્યા પછી નિધિ ના સાસુ ની આંખ માં અશ્રુધારા વહેવા લાગી.
અને મન માં અને મન માં વિચારવા લાગ્યા કે આખી જુવાની માં સંઘર્ષ કરી ને છોકરા ને મોટો કર્યો ભણાવવા માં પણ જીવન ના બધા મોજ શોખ નો ભોગ આપી દીધો, પણ ભગવાન બધા નો છે, તેને બધા ભોગ નું વળતર પોતાના દીકરા ની વહુ માં મળી ગયા નો સંતોષ થયો.
અને તેની વહુ ને ભેટી પડ્યા અને બોલ્યા કે તારા જેવી દીકરી જ્યાં જાય ત્યાં ઈટ પથ્થર થી બનેલા મકાન ને સાચા અર્થ માં ઘર બનાવી દે છે. અને ત્યાં જ સુખ શાંતિ નો વાસ થાય છે. વર્તમાન સમય માં આપણે સમાજ ની અંદર આવા બહુ ઓછા ઘર જોવા મળે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.