લગ્નના થોડા સમય પછી વહુને સાસુએ કહ્યું હવે તારે નોકરી છોડવી હોય તો છોડી દે, તેના જવાબમાં વહુએ એવું કહ્યું કે સાસુના આંખમાંથી…

કાર્તિક અને નિધિ બંને એક જ કંપનીમાં સાથે નોકરી કરતા હતા. બંને પોતે એન્જિનિયર હતા. અને તેઓ બંને મહેનતુ હોવાથી તેઓના પગારમાં પણ સમયાંતરે વધારો થતો રહેતો. અને તેઓનું પ્રમોશન પણ થતું રહેતું. બંને પીજીમાં રહેતા હતા.

મૂળ વતન બીજા શહેરમાં હોવાથી બંને આવી રીતે વસવાટ કરી રહ્યા હતા, એક જ કંપનીમાં સાથે હોવાથી બન્ને એકબીજાને સારી રીતે ઓળખતા હતા અને ધીમે ધીમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હોવાથી આશરે એક વર્ષ પછી બંને એ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને બંને તેના પરિવારની સંમતિથી લગ્ન કર્યા.

લગ્ન કર્યા પછી કાર્તિક અને નિધિ બન્ને સાથે જ નોકરી કરી રહ્યા હતા. થોડા સમય પછી એક ફ્લેટ ખરીદીને કાર્તિક અને માનસિ બંને ત્યાં રહેવા માટે જતા રહ્યા, સાથે સાથે તેના માતા-પિતાને પણ ત્યાં રહેવા માટે બોલાવી લીધા. લગ્ન પછી કાર્તિક ને નોકરીમાં પ્રમોશન મળ્યું હતું અને પગાર પણ લગભગ દોઢો થઈ ગયો હતો.

આથી નિધિ ને તેના સાસુ અવાર-નવાર કહેતા કે કાર્તિક નો પગાર સારો છે, હવે તું ઘર નું અને નોકરી નું એમ બે કામ કરીને થાકી જતી હશે. તેના કરતા ઘરે રહી ને ખાલી ઘર સંભાળ. ત્યારે નિધિ એ પોતાના સાસુ ને જવાબ આપતા કહ્યું કે અમે બંને અમારા પગાર માંથી હપ્તા ના અડધા અડધા રૂપિયા ભરવાનું નક્કી કર્યું છે.

અને ફ્લેટના હપ્તા ભરીયે છીએ અને હપ્તા ભરાઈ જાય ત્યાં સુધી તો મારે નોકરી ચાલુ જ રાખવી છે. ત્યારે તેના સાસુ એ કહ્યું કે હવે કાર્તિક એકલો જ બધા ખર્ચ માં પહોંચી વળે એટલો સક્ષમ થઇ ગયો છે, પછી તું શા માટે આટલી બધી ચિંતા કરે છે? પણ નિધિ માની નહિ. અને પોતાની નોકરી ચાલુ રાખી. ત્યારે તેના સાસુ ઘરકામમાં તેને ખુબ જ સાથ દેવા લાગ્યા. અને તેનાથી થઇ શકે તેવું મોટાભાગ નું કામ પોતે જ કરવા લાગ્યા.

સાંજે નિધિ આવી ત્યારે તેના સાસુ શાક સમારતા હતા. નિધિ એ તુરંત જ તેના સાસુ પાસે થી શાક ની થાળી લઇ લીધી. અને પોતાના માટે અને સાસુ સસરા માટે ચા બનાવી. અને પછી સીધી રસોઈ ની તૈયારી કરવા લાગી. થોડીવાર માં કાર્તિક પણ ઘરે આવી ગયો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel