લગ્નના અમુક વર્ષો પછી પતિ અકસ્માતમાં મૃત્યુ પામ્યા તો સાસરીવાળા એ પત્નીના માતા-પિતા તેમજ ભાઈને બોલાવીને એવું કહ્યું કે દરેક લોકો…

થોડા દિવસ બધા લોકો શોકમાં ગરકાવ થઇ ગયા હોત, અંતિમ સંસ્કાર વિધિ પૂરી કરીને બારમું થયું હોત, તેરમું પણ થયું હોત, પછી વર્ષી ની વિધિ થઈ હોત, પછી થોડા વર્ષોમાં શ્રાદ્ધની વિધિ પણ કરવામાં આવી રહી હોત અને આની સાથે સાથે મારા પતિ માટે નવા માંગા પણ આવી ચૂક્યા હોત.

એટલું જ નહીં થોડા દિવસોમાં પતિ માટે નવા પાત્રની તપાસમાં જોવાનું પણ ગોઠવવામાં આવ્યું હોત અને જોતજોતામાં બીજા લગ્ન પણ થઇ ગયા હોત.

તે સ્ત્રીના મોઢેથી આ વાત સાંભળીને તેનો પતિ સહિત દરેક લોકો આશ્ચર્ય પામ્યા હતા. તેને જે વાત કરી તે ભલે આશ્ચર્ય પામે તેવી હતી પરંતુ થોડા ઘણા અંશે એમાં સત્યતા પણ હતી. અને એ સ્ત્રીએ પોતાની વાતને ફરી પાછી આગળ વધારતાં કહ્યું કે જો આ ઘટના કોઈ સ્ત્રી સાથે બની હોત એટલે કે તે સ્ત્રીનો પતિ લગ્નના થોડા વર્ષોમાં અવસાન પામે તો એ સ્ત્રીનું જીવન તો જાણે નરક બની ગયું હોત એ વાત બિલકુલ સાચી છે. અને એ બિચારી સ્ત્રી…

ટ્રેનના એ ડબ્બામાંથી અત્યાર સુધી ચુપ રહેલો એક યુવાન તરત જ બોલી ઉઠ્યો માફ કરજો બહેન પરંતુ તમને ભલે આ વાત સાચી લાગતી હોય પરંતુ બધે આવું નથી હોતું.

આટલું કહીને એ ભાઈએ પોતાની સ્ટોરી ચાલુ કરી દીધી અને કહ્યું મારી બહેનના પતિ નોકરીમાંથી પાછા ફરતી વખતે અકસ્માતનો ભોગ બન્યા અને અવસાન પામ્યા. પરિવારમાં બધા લોકો શોકમાં હતા પરંતુ મારી બહેનના સાસરીવાળા એ બધા ક્રિયાકર્મ પૂરા કરીને અમારા પરિવારને બોલાવી ને જણાવ્યું હતું કે તેના દીકરાની વહુ ના લગ્ન યોગ્ય પાત્ર સાથે કરવામાં આવે અને તેઓ પોતે પણ તેના લગ્ન એક દીકરીની જેમ કરાવશે.

અને થોડા સમય પછી મારી બહેનના લગ્ન યોગ્ય પાત્ર સાથે કરવામાં આવ્યા એટલું જ નહીં લગ્ન પછી પણ બાળકો બંને ઘરે રોકાવા પણ જાય છે. આથી બહેન તમે જે કહ્યું તે સાચું હશે પરંતુ બધી જગ્યાએ એવું નથી હોતું.

બધા લોકો ફરી પાછા આશ્ચર્યમાં પડી ગયા. તે યુવકને બધા લોકો વધારે વિગતમાં એ બનાવ વિશે પૂછવા લાગ્યા અને યુવક એક પછી એક બધી વાતો કરતો ગયો. લગભગ કલાકો સુધી આ વાતો ચાલતી રહી અને ટ્રેનની સફર પણ હવે છેલ્લા સ્ટેશન સુધી આવી પહોંચી.

થોડા સમય માટે તો ટ્રેનમાં સ્થિતિ ખૂબ જ અસહજ થઈ ચૂકી હતી. પરંતુ વાતચીતનો વિષય બદલ્યો એમ ધીમે ધીમે દરેક લોકો પોતાની ફરી પાછી સ્ટોરીઓ કહેવા લાગ્યા.

આવી અનેક સ્ટોરીઓ છે જે કાયમ ટ્રેનમાં શેર થતી રહે છે, જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં રેટિંગ પણ આપજો…

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel