તે ભિખારી જેવો લાગતો વૃદ્ધ બીજું કોઈ નહિ પણ ઉષા નો પહેલો પતિ સુરેશ હતો ઉષા એ તેને પૂછ્યું કે આ શું થઇ ગયું આવી હાલત માં કેમ ફરો છો ત્યારે સુરેશે કહ્યું કે મારા સંતાનો ને હું ઘર માં પોસાતો નથી તેથી મને ખાવાનું આપવાનું પણ બંધ કરી નાખ્યું છે અને ઘર માં દીકરાઓ કે વહુ મને મારકૂટ કરી લે છે.
એટલે હું બે વર્ષ થી હરિદ્વાર આવી ગયો છું અને મારા ઘર કરતા તો સુખી છું વાત સાંભળી ને ઉષા એ કહ્યું કે હું જયારે બા ને જમવા માટે બા ને જગાડી રહી હતી ત્યારે ગુસ્સો કરી અને મને છૂટાછેડા આપ્યા પણ ત્યારે તમને ઘર ના વૃદ્ધ વડીલ ની સાથે કેવી રીતે વ્યવહાર અને વર્તન કરવું.
અને ઘર ના વડીલો નું માન કેમ જાળવવું તે વાત ની ખબર પડી હોય તો આજે તમારે આ દિવસો જોવા ના પડે જેવો વ્યવહાર આપણે આપણા વડીલો ની સાથે કરીયે છીએ આપણા સંતાનો પણ આપણી સાથે એવો જ વ્યવહાર કરે છે અને તમે જે કર્યું છે તેનું ફળ અત્યારે તમારી સામે આવીને ઉભું છે.
દરેક ઘર ના સંતાનો તેને આપવામાં આવતી સલાહ કરતા વધારે અનુકરણ આપણે કેવું વર્તન કરીએ છીએ તેના પર ધ્યાન દેતા હોય છે એટલે સારા સંસ્કાર આપણા માં હોય અને સારી વર્તન પરિવાર ના દરેક ની સાથે કરતા હોય તો આપણા સંતાનો ને કોઈ જાત ની સલાહ દેવાની જરૂર નથી.
કારણ કે તે આપણા વર્તન માંથી જ બધું શીખતાં હોય છે નાની અમથી વાત છે પણ તેના દૂરગામી પરિણામો કેવા આવે છે તેનો એક જીવંત દાખલો છે માટે આપણને જે ના ગમતું હોય તે બીજા ને આપવું નહિ કારણ કે દુનિયા ગોળ છે બધું ફરી ફરી ને આપણી પાસે જ આવે છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.