સુરેશ અને ઉષા ના લગ્ન ને એક દિવસ થયો હતો. ત્યારે બપોરે બંને જમવા માટે બેસતા હતા એટલે ઉષા એ કહ્યું કે બા ને જમવાનું બાકી છે તમે બા ને નીંદર માંથી જગાડી દયો એટલે આપણે ત્રણેય સાથે જમવા બેસી જઇયે લગ્ન પ્રસંગ પૂરો થયો એટલે બા ને એટલો બધો થાક લાગ્યો હતો.
અને શારીરિક નબળાઈ પણ આવી ગઈ હતી સુરેશે કહ્યું કે બા જમી ને જ સુઈ ગયા હશે એટલે આપણે બંને જમી લઈએ બા ને નથી બોલાવવા ત્યારે ઉષાએ કહ્યું કે મને ખબર છે કે બા હજુ જમ્યા નથી. તે બેઠી થઇ ને બા ને જગાડવા લાગી.
એટલે સુરેશ ને ગુસ્સો આવ્યો અને ઉષા ની સાથે ઝગડવા લાગ્યો અને ઉષા ને તેના પિતા ના ઘરે મૂકી આવ્યો ઉષા સુશીલ અને સંસ્કારી પરિવાર ની દીકરી હતી તો પણ થોડા દિવસ પછી ઉષા ની સાથે છૂટાછેડા લઇ લીધા ઉષા ને પોતાનો કોઈ વાંક દેખાતો નહોતો અને હતો પણ નહિ તેથી તેને પણ છૂટાછેડા માં સંમતિ આપી દીધી.
અને બંને અલગ અલગ થઇ ગયા બે ત્રણ વર્ષ માં બંને ના બીજી જગ્યા એ લગ્ન થઇ ગયા અને પોતાના સંસાર માં ગુંચવાઈ ગયા ઉષા ને તેના નવા લગ્ન થી બે દીકરા નો જન્મ થયો હતો અને તે ખુબજ સુખી હતી બંને દીકરા પણ ઉષા ની જેમજ સંસ્કારી થયા હતા લગભગ વીસેક વર્ષ પછી દીકરાઓ મોટા થઇ ગયા હતા.
અને તેના લગ્ન પણ કરી નાખ્યા હતા ત્યારે ઉષા એ તેના દીકરા ની પાસે જાત્રા કરવાની ઇરછા વ્યક્ત કરી અને મોટો દીકરો અને વહુ બંને ઉષા ની સાથે ચારધામ ની યાત્રા કરવા નીકળી ગયાઅને બંને ઉષા ની સેવા પણ કરતા હતા.
ફરતા ફરતા એકાદ મહિના પછી તેઓ હરિદ્વાર પહોંચ્યા ત્યાં એક હોટેલ માં જમવા બેઠા હતા અને જમવાનું થાળી માં પીરસાઈ રહ્યું હતું કાચ ની બારી માંથી ઉષા ને એક વૃદ્ધ વ્યક્તિ નજર આવી તેને ફાટેલા કપડાં પહેર્યા હતા એકદમ ભૂખ્યો અને ઘણા દિવસ થી નહાયો નહોતો અને તેને દયા આવી.
અને દીકરા ને કહ્યું કે તે વૃદ્ધ ને આપણે જમાડવા છે પણ પહેલા તું તેને નવડાવી અને બાલ દાઢી સાફ કરાવી નવા કપડાં પહેરાવી અને હોટેલ માં જમાડવા માટે લઇ આવ ઉષા ના કહેવા મુજબ દીકરો તે વૃદ્ધ ને તૈયાર કરી ને હોટેલ ની અંદર લઇ ને આવે છે અને તેને જોતા વેંત ઉષા પોતાની ખુરશી પર થી ઉભી થઇ જાય છે.