એક પરિવારની આ વાત છે, પરિવારમાં માત્ર ચાર જણા જ રહેતા હતા. એક છોકરો બંનેના માતાપિતા અને તેના દાદી. છોકરાની ઉંમર લગ્ન કરવા લાયક થઈ ચૂકી હતી. એટલે ઘરમાં પણ તેના વિશે ચર્ચા થઈ રહી હતી.
એક દિવસ એક સંબંધ વિશે ચર્ચા થઈ હતી અને સારો પરિવાર હોવાથી બંને પરિવારે મળવાનું નક્કી કર્યું, અને છોકરો છોકરી પણ એકબીજાને પસંદ હતા આથી સગાઇ કરી દેવાઈ. થોડા સમયમાં જ તેઓના લગ્ન પણ હતા.
બન્ને પરિવાર સુખી-સંપન્ન હોવાથી અત્યંત ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા. લગ્ન થયા પછી ઘરમાં નવી વહુ આવી અને ઘર જાણે આનંદ-ઉલ્લાસથી ગુંજવા લાગી ઉઠ્યું. નવ વધુ ઘરમાં બધાને ખૂબ જ સાર સંભાળ રાખતી અને ઘરમાં પણ બધા જ સભ્યો આ નવી વહુના આગમનથી એકદમ ખુશ હતા. પરંતુ ખબર નહીં શું કામ છોકરાની માતા ઘણી વખત થોડી ઉદાસ રહેતી.
તે છોકરા ના પપ્પા ને થોડા દિવસમાં જ અંદાજો આવી ગયો હતો કે છોકરાના લગ્ન થયા પછી નવી વહુના આ ઘરમાં આગમન પછી તેની પત્નિ થોડી ઉદાસ ઉદાસ રહેવા લાગી છે. પત્નીની આ ઉદાસીનું કારણ જાણવા માટે એક વખત જ્યારે ઘરમાંથી બધા લોકો બહાર ગયા હતા ત્યારે તેણે પોતાની પત્ની પાસે જઈને તેને પૂછ્યું કે હું ઘણા દિવસથી નોટીસ કરી રહ્યો છું કે આપણા છોકરાના લગ્ન તો ખૂબ જ ધામધૂમથી સંપન્ન થઈ ગયા છે. પરંતુ જ્યારથી ઘરમાં વહુ આવી છે ત્યારથી તું થોડી ઉદાસ રહે છે, શું આના માટે કોઇ ખાસ કારણ જવાબદાર છે?
પત્ની એ તરત જ જવાબ આપતા કહ્યું કે અરે જવા દો ને.
પતિએ પૂછ્યું આજે કંઈ હોય તે તું મને કહે, શું થયું?
એટલે પત્નીએ તેને કહ્યું કે શું તમે નોટિસ કર્યું લગ્ન પછી આપણો છોકરો સાવ બદલાઈ ગયો છે. પહેલા તો એ ઘણા વખત સુધી મારી સાથે બેસતો અને મારી સાથે અઢળક વાતો કરતો પરંતુ હવે તો એવું જ લાગે છે કે જાણે એને મારી માટે કંઈ ટાઈમ જ નથી. ક્યારેક ક્યારેક થોડી હળવી વાતો થાય છે.
આ સિવાય જો એક દિવસની પણ રજા પડે તો તે વહુને લઇને તેના સસરાને ત્યાં જ જતો રહે છે. મને તો એવું લાગે છે કે મારા કરતાં તો એ તેના સાસુ સાથે હવે વધારે વાત કરતો હશે. અને હા મને એવું પણ લાગી રહ્યું છે કે હવે આપણો દીકરો અડધો એના સસરાનો થઈ ગયો છે. બસ આ બધા વિચારો મગજમાં ફર્યા કરે છે આથી હું સતત બેચેન રહું છું.
છોકરા ના પપ્પા એ તરત જ તેની પત્નીનો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને તેને સહજતાથી જવાબ આપતા કહ્યું કે તારી વાત એકદમ સાચી છે. તારી વાત માં જરા પણ ખોટું નથી. હવે આપણો દિકરો પુરેપુરો આપણો નથી રહ્યો, પરંતુ મારે તને બીજી એક વાત પુછવી છે, પૂછું?