વધુમાં મંત્રાલય ઉમેર્યું હતું કે ગઈ કાલે જે LAC પર થયું તેના થી બચી શકાય તેમ હતું, આનું નુકસાન બંને દેશોને ઉઠાવવું પડ્યું છે.
આ ઝડપ થયા પછી દિલ્હીમાં પણ બેઠકોનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. રક્ષા મંત્રી ની બેઠક પણ ડિફેન્સ સ્ટાફ જનરલના ચીફ અને સેના પ્રમુખ સાથે થઈ હતી. રક્ષામંત્રીએ આ સંપુર્ણ મામલાની જાણકારી પીએમ ને પણ ફોન પર આપી હતી. તો વિદેશ મંત્રી એ પણ પ્રધાનમંત્રી ના ઘરે જઈને તેની સાથે મુલાકાત કરી હતી.
ગઈકાલે એટલે કે મંગળવારે બપોરે ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા આધિકારિક બયાનમાં જણાવવામાં આવ્યું હતું કે બલવાન ઘાટીમાં સોમવારની રાતે ડી-એસકેલેસન ની પ્રક્રિયા દરમિયાન ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી, આ દરમિયાન ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાન શહીદ થયા હતા.
આ ઘટના પછી ચીની વિદેશ મંત્રાલયનું પણ આધિકારિક બયાન સામે આવ્યું હતું, એ બયાનમાં ઉલટુ ભારત ઉપર ઘુસપૈઠ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી અનુસાર બેજીંગનો એવો આરોપ છે કે ભારતીય સૈનિકોએ બોર્ડર ક્રોસ કરીને ચીની સૈનિકો પર હુમલો કર્યો હતો. ચીની વિદેશ મંત્રાલય તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે ભારત આવી સ્થિતિમાં એક તરફી કાર્યવાહી ન કરે.
અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર હકીકતમાં ડી-એસકેલેસન ની પ્રક્રિયા દરમ્યાન ચીની સૈનિકોએ જ હુમલા ની શરૂઆત કરી હતી. ચીને એક વખત ફરી ભારતને દગો આપ્યો છે, હકીકતમાં LAC પર તણાવ વધતાં નક્કી કરવામાં આવ્યો હતો કે 15 જુનના દિવસે સરહદ પર ચીનની સેના નો જમાવડો ઓછો થશે. ચીની સેના ગલવાન ક્ષેત્રમાં પોતાના વિસ્તારમાં પાછી ફરી જશે. બંને પક્ષોની વચ્ચે પહેલેથી જ સમજૂતી થઈ ગઈ હતી કે 16 જૂને અનારી ભારતીય સેનાના મોટા અધિકારીઓની બેઠક પહેલા ચીની સેના પાછી હટશે.
પરંતુ આવું થયું નહીં, અને તે લોકો જાણી જોઈને સેના પાછી ફરવાનો સમય ટાળતા રહ્યા. અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર થોડા સમય પછી ચીનની સેનાએ ભારતીય જવાનોને ઘેરી લીધા હતા, એ સમયે ભારતના એક સૈનિક ની સામે ચીનના ત્રણ સૈનિક હતા. પરંતુ તેમ છતાં ના માત્ર ભારતના જવાનોએ માત્ર મુકાબલો કર્યો પરંતુ ચીની સેનાને સામે મુંહતોડ જવાબ પણ આપ્યો.