એક વખત જયારે બગીચા માં ગયો ત્યારે એક જગ્યા એ નિરાંતે બેઠો હતો સામે જ હીંચકા લપસીયા માં નાના છોકરાઓ મોજ કરતા હતા, જેમાં બે ત્રણ છોકરા ને તો શર્ટ ના બટન પણ તૂટી ગયેલા હતા. અને અડધો શર્ટ પણ ખુલ્લો હતો. ત્યાં જ એક મોંઘી ગાડી ત્યાં આવી અને ડ્રાઈવર તેમાંથી શેઠ ના છોકરા ને હીંચકા ખવડાવતો હતો. સાંજ પડતા ડ્રાઈવર તે છોકરા ને લઇ ને મોટર માં બેસાડતો હતો, ત્યારે તે છોકરો રડતો રડતો ઘરે જતો હતો. અને પેલા તૂટેલા બટન વાળા છોકરા જાણે દુનિયા જીતી ને ઘેર જતા હોય તેમ જતા હતા.
ખરેખર તો ખુશી દેવાની ચીજ છે, આપણે જેટલી બીજા ને આપીશું, એટલી જ આપણી પાસે વધારે આવશે અને કાયમ ખુશ રહી શકીશું. જે લોકો પોતેજ અસંતુષ્ટ હોય છે, એ લોકો કાયમ બીજા લોકો નો વાંક-વાંધા કાઢતા હોય છે.
પરમ કૃપાળુ પરમાત્મા એ દરેક મનુષ્યમાં કોઈ ને કોઈ વિશેષતા આપેલી છે. જેને ઓળખવી અને તેમાંથી કંઈક નવું મેળવવું, કારણ કે બધા ની પાસે અલગ અલગ વિશેષતા છે. કોઈ કોઈ ના મન માં એ હીન ભાવના હોઈ છે કે પોતે દેખાવ માં સુંદર નથી, પણ સુંદર બનવું એ મનુષ્યના હાથમાં નથી. પરંતુ પોતાના વિચાર વાણી અને વર્તન સુંદર બનાવવું એ તો આપણા હાથ માં છે. આવી જ રીતે ખુશ થવા માટે બહાર ની ખુશીથી પણ વિશેષ આપણી અંદર ની ખુશી જ છે જે આપણને આનંદ આપે છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.