કર્મ કરતા રહીએ પણ ફળ જ ના મળે તો શું કરવું? આ સ્ટોરી વાંચશો એટલે સમજી જશો

કુતરાના બચ્ચાઓ હજુ ત્યાં જ રાહ જોઇને બેઠા હતા. થોડા સમય પછી તે યુવકનું બહાર ધ્યાન ગયું તો તેને જોયું કે બધા કુતરાઓ ત્યાં બેઠા છે તે રાહ જોઇને બેઠા હશે આથી તે મનમાં થોડો દુઃખી થઈ ગયો અને વિચાર્યું કે ઘરમાં જે પણ કંઈ બીજું પડ્યું હોય તે આપી દે.

ઘરમાં તપાસ કરતા એક બિસ્કિટનું પેકેટ પડયું હતું પરંતુ તેમાં પહેલા નજર કરી તેમ માત્ર થોડા જ બિસ્કીટ પડ્યા હતા જે બધા કૂતરાઓને આપવામાં આવે તો તેનું પેટ પણ ન ભરાય, પછી તેને વિચાર્યું કે બધા કુતરા ના બચ્ચા રાહ જોઈને બેઠા છે તો તે દરેકને એક બિસ્કીટ આપશે.

આવું નક્કી કરીને તે બિસ્કીટ લઈને દરવાજો ખોલીને બહાર ગયો પરંતુ તેને બહાર જઈને જોયું તો ખૂબ જ આશ્ચર્ય થયું કારણ કે ત્યાં બધા કુતરા માંથી માત્ર એક કૂતરું જ બેઠું હતું બાકીના બધા ત્યાંથી જતા રહ્યા હતા. કદાચ એ કુતરુ રાહ જોઈને એ વિશ્વાસ સાથે બેઠું હતું કે તેને કંઈક તો જરૂર મળશે.

તેને આ જોઈને ખુબ જ નવાઈ લાગી અને ખબર નહીં કેમ પરંતુ એ યુવક એ બધા બિસ્કીટ તેને આપી દીધા અને ત્યાં જ બેસી ને વિચારોમાં ખોવાઈ ગયો. એ કુતરુ બધા બિસ્કીટ ખાઈ રહ્યું હતું અને સામે બેસેલો આ નવયુવાન વિચારી રહ્યો હતો કે ખરેખર અત્યારે જે થયું તે માણસો સાથે પણ થાય છે. આપણને ભગવાન જ્યારે પણ કંઈક આપે છે ત્યારે આપણે ખૂબ જ ખુશ રહીએ છીએ તેની ભક્તિ કરીએ છીએ અને તેના ફળની હંમેશા રાહ જોઈએ છીએ, પરંતુ ભગવાન ફળ આપવામાં જો જરા પણ મોડું કરે તો આપણે તેની ભક્તિ ઉપર શંકા કરવા લાગીએ છીએ.

એની જગ્યાએ જે લોકો ભગવાન ઉપર વિશ્વાસ રાખીને બેઠા છે કે તેઓને મળશે જ તેને હકીકતમાં તેઓના વિશ્વાસ કરતાં પણ અનેક ગણું વધારે ભગવાન આપે છે. એટલા માટે જ કહેવાય છે કે ભગવાન ઉપર ભરોસો તેમજ વિશ્વાસ રાખવો જોઈએ કારણ કે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય આપણા ભગવાન પરનો વિશ્વાસ ને ભગવા ન દેવો જોઈએ. જ્યારે પણ મોડું થાય ત્યારે વિચારવું કે ભગવાન આપણને કંઈક વધુ સારું આપવામાં લાગ્યા છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel