સવારે દસ વાગ્યાનો સમય હશે, કરિયાણાની દુકાન ઉપર એક યુવતી ખરીદી કરવા માટે આવી. તે કરિયાણાની દુકાન પર આવી ત્યારે તેના હાથમાં એક વસ્તુઓની યાદી જેવી ચિઠ્ઠી હતી. દુકાનદાર તો આ ચિઠ્ઠી જોઈને ખુશ થઈ ગયો કારણકે એ ચિઠ્ઠી ખૂબ લાંબી હતી, લાંબી યાદી જોઈને દુકાનદાર મનોમન ખુશ થઇ ગયો કે આજે તો સવાર સવારમાં જ મોટું ગ્રાહક આવ્યું. તે તો વિચારવા લાગ્યો કે આજનો દિવસ સુધરી જશે.
યુવતીએ તેની યાદી માંથી એક પછી એક વસ્તુનું નામ કહ્યું કે શીંગદાણા આપો, મગ આપો, મેંદો આપો, મકાઈ નો લોટ આપો… વગેરે વગેરે વગેરે એમ ઘણા નામ યાદીમાં લખ્યા હતા. એ યુવતી નામ બોલે જઈ રહી હતી અને દુકાનદાર વસ્તુઓ કાઢી ને ત્યાં સામે મૂકતો જતો હતો, જેવી વસ્તુ સામે મુકે કે તરત જ યુવતી તે વસ્તુ પોતાના હાથમાં લઈને થોડી વાર ત્યાંથી તેની સામું જુઓ પછી મોઢું બગાડીને ફરી પાછી નીચે રાખી દે.
બે-ચાર વખત તો આવું ચાલ્યે રાખ્યુ, પછી દુકાનદાર પણ વિચારમાં પડી ગયો કે આ સ્ત્રી આવું કેમ કરી રહી છે? વસ્તુ ની સામે જોઇને મોઢું બગાડી રહી હતી એટલે દુકાનદારને પણ સહેજ ન ગમ્યું કારણકે તે તેની દુકાનમાં સારી ક્વોલિટીનો સામાન રાખતો. એટલે તેને પેલી સ્ત્રીને પૂછ્યું કે બહેન, શું થયું તમને? કેમ આમ વસ્તુઓને જોઇને મોઢું બગાડી રહ્યા છો? દુકાનદારે વધુમાં ચોખવટ કરતા કહ્યું કે મારી દુકાન માં હું જરા પણ નબળો સામાન રાખતો નથી. હા મારી દુકાન નો ભાવ બીજા કરતાં થોડો ઊંચો હશે પરંતુ મારા પાસેથી લીધેલા માલની ગુણવત્તા ખૂબ જ સારી હોય છે અને ગુણવત્તામાં હું ક્યારેય બાંધછોડ કરતો નથી.
આટલું કહ્યું તો પેલી સ્ત્રીએ સામો તરત જ જવાબ આપી દીધો તે આ સારી ગુણવત્તાવાળી વસ્તુ કહેવાય? તમે જરા જુઓ તો ખરા, તમે મને ઓળખતા નહીં હોય એટલે તમે આવી વસ્તુઓ બતાવો છો. હું પણ ક્યારેય ગુણવત્તામાં જરા અમથુ પણ કમ્પ્રોમાઇઝ કરતો નથી. આ એક પણ વસ્તુ ચાલે તેવી નથી તમારી પાસે બીજી કોઈ વસ્તુ હોય તો બતાવો. દુકાનદારે થોડી વધારે સારી ગુણવત્તાનો અને કંપની ની બીજી વસ્તુઓ બતાવી પરંતુ બધી વસ્તુમાં પેલી સ્ત્રી કંઈકને કંઈક ખામી જ કાઢતી રહે, અને કહેતી રહેતી હતી કે આ નહીં ચાલે. બીજું હોય તો બતાવો.
દુકાનદાર અને સ્ત્રી વચ્ચે શાબ્દિક રકઝક ચાલુ હતી એવામાં પાછળથી કોઈ એક ભાઈ આવ્યા સ્કૂટર ઉપરથી ઉતરીને સ્કૂટર પાર્ક કરી ને તરત દુકાનમાં અંદર પ્રવેશ્યા પરંતુ જોયું કે દુકાનદાર ગ્રાહક માં વ્યસ્ત છે એટલે થોડા સમય સુધી રાહ જોઈ અને ઉભા ઉભા છે ભાઈ દુકાનદાર અને પેલી સ્ત્રી વચ્ચે ની વાતો સાંભળી રહ્યા હતા.
પેલા ભાઈએ થોડી વાર સુધી તો વાતો સાંભળી પરંતુ તેને પણ સવારના પોતાની ઓફિસર જવાનું હતું એટલે તેને પણ હવે મોડું થઈ રહ્યું હતું એટલે ભાઈએ દુકાનદારને કહ્યું ભાઈ મારે દુકાને જવાનું મોડું થાય છે, મને ફટાફટ આટલી વસ્તુઓ આપી દો એટલે હું તરત દુકાને પહોંચી જાવ. આ બહેનને જે જોઈતું હોય તે તમે પછી આપજો. આટલુ કહીને તે ભાઈ પણ પોતાની સાથે ચીઠ્ઠી લઈ આવ્યા હતા, તે દુકાનદારને આપી.
દુકાનદારે ભાઈની ચીઠ્ઠી જોઈને તેનો સામાન કાઢવા લાગ્યા એટલે સ્ત્રી ને ખબર નહીં શું થયુ, પણ તે ત્યાંથી અચાનક જ જતી રહી.