પરંતુ ગ્રામજનોને કઈ રીતે કહેવું કે પ્રતીકના શું થયું, એટલે મનમાં ને મનમાં એક સ્ટોરી બનાવી લીધી અને ગામડામાં પ્રવેશતાની સાથે તે રડવા લાગ્યો. પ્રતીક મરી ગયો, વાઘે તેને ફાડી ખાધો. આમ ને આમ જ રટણ કરતો રહ્યો. બંને મિત્રો ના લગ્ન પણ થઇ ચુક્યા હતા એટલે પ્રતીક ની પત્ની અને તેના બાળકોને હું સાચવીશ તેઓના ખર્ચા હું ઉપાડીશ એવું આશ્વાસન પણ આપ્યું. એટલે કે ગ્રામજનો સામે તે જાણે કોઈ સારો વ્યક્તિ હોય એવું નાટક કર્યું.
ગામડે જઈને હવે થોડા સમય સુધી રોકાવાના બદલે ત્યાં જ પારસ રહેવા લાગ્યો અને શહેરમાંથી બધો ધંધો સંકેલીને ગામડે આવી ગયો. ગામડામાં પણ હવે તે એક નામદાર માણસ થઈ ગયો હતો કારણકે તેને શહેરમાં ઘણા પૈસા કમાયા હતા. અને પ્રતીકના કુટુંબને ધાન પૂરું પાડતો હતો એટલે એ કુટુંબને તેને ઉપકાર નીચે દબાવી દીધા. એક વર્ષ પછી તેના ઘરે બાળકનો જન્મ થયો.
ઘરમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો. ખૂબ જ પૈસો હોવાથી આર્થિક કોઈ ખામી ન હતી અને દીકરો પાણી માગે તો નોકર તરત હાજર થઈ જવા જોઈએ તેઓ પણ ન કરને હુકમ કરેલો હતો. દીકરો ક્યાંય બહાર રમવા માટે જાય તો પણ તે તેના સોનાના કંદોરા વગેરે પહેરીને જતો જેથી ગામડાના બધા બાળકો કરતા તે અલગ તરી આવતો અને તેના પિતા ની શ્રીમંતાઈ નું પ્રદર્શન થતું.
દીકરો પણ ધીમે ધીમે મોટો થતો ગયો 15 વર્ષની ઉંમર થઈ ગઈ, તેના પિતા મોટા મોટા સપના જોતા હતા પરંતુ અચાનક એક દિવસ એ છોકરો બેભાન થઈ ગયો. તરત જ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તેને કંઈ થવું ન જોઈએ એવું ડોક્ટર ને કહી દીધું ભલે ગમે તેટલો ખર્ચો થાય હું બધો ખર્ચો ભોગવીશ. આર્થિક કોઈ જાતની ખામી ન હતી પરંતુ દીકરાને ભયંકર બીમારી હતી એ બીમારીની સારવાર કરતા કરતા તેના બધા પૈસા પાણીની જેમ વપરાઈ ગયા આટલો ખર્ચો કર્યો પરંતુ દીકરા ની તબિયત પર તેની અસર ન થઈ.
એક દિવસ હોસ્પિટલ માં દીકરા નો હાથ પકડીને તેના પિતા બેઠા હતા. એવામાં દીકરાએ તેની સમક્ષ નજર કરી એટલે પિતાને થયું કંઈ કહેવા માગે છે પરંતુ જેવું તેના દીકરા સમક્ષ જોયું તો જાણે તેને તેના દીકરા માં પ્રતીક ના દર્શન થઈ રહ્યા હતા, અને પ્રતિક કહી રહ્યો હતો કે મેં મારો ભાગ ભોગવી લીધો છે હવે મારા જવાનો સમય થઈ ગયો છે. પારસ ને હજુ કંઇ સમજમાં આવે તે પહેલા આંખના પલકારામાં જ તેનો દીકરો અવસાન પામ્યો.
ઘણી વખત આપણા જીવનમાં બનતી કેટલીક દુર્ઘટનાઓ ગયા જન્મના કર્મનું ફળ હોઈ શકે? શું કોઇ કર્મ કરેલા નું ઋણ ચૂકવી રહ્યો હોઇ શકે? જીવન માં ભરતી અને ઓટ આવતાં રહેશે. પરંતુ જો તમને મોજા ની લહેરો સાથે કરતા નહીં આવડે તો ડૂબવાનો ભય તો રહેવાનો.
આ લેખ વિશે તમારા શું વિચારો છે તે કમેન્ટમાં જણાવજો. અને જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો.
આજનો પ્રેરણાદાયક વિડીયો: