આ સાંભળતાની સાથે જ સુરેશભાઈએ કહ્યું અચ્છા તો તમારે પગાર એડવાન્સમાં જોઈએ છે જેથી સ્માર્ટફોન ખરીદી શકાય? તેઓએ પગાર તો ન આપ્યો પરંતુ તરત જ પોતાની પૌત્રી ને તેની પાસે બોલાવી, અને કહ્યું બેટા online ભણવા માટે કયો સ્માર્ટફોન સારો કહેવાય, એ જરા લઇ આવો. આટલું કહીને સુરેશભાઈએ તેની પૌત્રીના હાથમાં સ્માર્ટફોનના પૈસા આપી દીધા.
તરત જ પૌત્રી અને તેના પિતા બન્ને સ્માર્ટફોન લઈ આવ્યા, અને રેખા બહેનને સ્માર્ટફોન આપ્યો, રેખા બહેનની આંખો ભીની થઈ ગઈ અને તરત જ તે નિવૃત્ત શિક્ષકના પગમાં પડી ને તેનો ધન્યવાદ કહેવા લાગી અને કહ્યું સાહેબ તમારો ખુબ ખુબ ધન્યવાદ.
તરત જ સુરેશ દાદાએ કહ્યું હું એક નિવૃત્ત પણ શિક્ષક છું એટલે ભણતર નું મહત્વ શું છે તે ખૂબ જ સારી રીતે જાણું છું, એટલા માટે જ મેં તમારી દીકરી માટે સ્માર્ટફોન અપાવ્યો છે તેને ખૂબ જ ભણાવજો. અને હા તમારો પગાર જે સમય મળે છે એ જ સમયે તમને મળી જશે આ સ્માર્ટફોન તમારી દીકરીને ભેટ સ્વરૂપે આપી દેજો.
રેખાબહેન પોતાની સાડીના પાલવથી આંસુ લુછતા લુછતા હજુ પણ સાહેબનો આભાર માનતા થાકતા નહોતા.
કાયમ સુરેશભાઈ ના નિર્ણયને બધા લોકો સ્વીકારતા પરંતુ આ વખતે તેના નાના દીકરાએ કહ્યું પપ્પા તમારા આ નિર્ણયને હું સમજી ન શક્યો, તમે જરા સમજાવો.
સુરેશભાઈએ તેને કહ્યું કે આજકાલની આ મતલબી દુનિયામાં લોકો બીજા માટે એક રૂપિયો પણ ખર્ચ કરવા નથી માંગતા, પરંતુ હું આ દુનિયામાં હોવ કે ન હોવ તમે બધા લોકો આ વાત યાદ રાખજો કે તમારી આવકના ખૂબ જ નાના ભાગમાંથી આવો એક ગલ્લો બનાવજો અને રાખજો. આનાથી બચત કરવાની પ્રવૃત્તિ પણ વધશે તેમજ આપણી ઉપર કોઈ ભાર પણ નહીં જણાય, અને જો આ બચત નો ક્યારેક જરૂરિયાત મંદ લોકો માટે ઉપયોગ કરવામાં આવે તો ભગવાનનો આભાર માનવો કે ભગવાને આપણને આપનાર માં રાખ્યા છે. માંગનાર માં નહીં…
બધા લોકો ફરી પાછા પોતાના કામે લાગી ગયા અને બીજા દિવસે ફરી પાછા બધા પાસે એક એક નવા ગલ્લા આવી ગયા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો.