કામવાળીએ જરૂર હોવાથી કહ્યું શેઠ મને 6 મહિનાનો પગાર એડવાન્સમાં આપી દો, તો શેઠે પગાર આપવાની જગ્યાએ એવું કહ્યું કે કામવાળીના આંખમાંથી…

સુરેશભાઈ રિટાયર થયા ને વધારે સમય નહોતો થયો. 63 વર્ષની ઉંમરમાં રીટાયર્ડ શિક્ષક સુરેશ ભાઈ ની તબિયત હજુ પણ હલન ચલન કરી શકે તેવી સ્વસ્થ હતી. તેમની વાતચીતમાં અને તેઓની પર્સનાલિટીમાં અલગ જ અંદાજ દેખાતો.

સુરેશભાઈ ના પત્ની તો પાંચ વર્ષ પહેલા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. સંયુક્ત પરિવારમાં રહેતા સુરેશભાઈ ને બે દીકરા બંને દીકરા ના લગ્ન થઈ ગયા હતા અને ૪ બાળકો રહેતા હતા. વર્ષો પછી પણ ઘરમાં કોઈ પણ અગત્યનો નિર્ણય લેવાનો હોય કે બીજું કંઈ પણ હોય સુરેશભાઈ ઘરના મુખ્ય હતા અને તેનું બધા લોકો માનતા પણ ખરા.

સુરેશભાઈને તેઓની પાસે એક ગલ્લો રાખવાની ટેવ હતી, અને એટલું જ નહીં તેઓએ તેના પૌત્ર, પૌત્રી તેમજ દીકરા-વહુ બધાને ગલ્લો રાખવા માટે અને તેમાં પૈસાની બચત કરવા માટે સલાહ પણ આપેલી હતી. દરેક લોકો તેની આપેલી સલાહ નું પાલન પણ કરતા.

જ્યારે ગલ્લો પૈસાથી ભરાઈને ફૂલ થઇ જાય ત્યારે બધા પોતાનો ગલ્લો સુરેશદાદા ને આપી દે અને પછી ગલ્લા ને તોડી ને સુરેશદાદા દરેક લોકોને તેની જરૂરિયાત વિશે પૂછતા, અને પૂછ્યા પછી તેઓ નક્કી કરતા કે ઘરના ક્યાં વ્યક્તિને કેટલી રકમ આપવી? તેઓએ કરેલા નિર્ણય ઉપર કોઈ સવાલ ન કરતું અને દરેકને સુરેશદાદા કરે તે નિર્ણય માન્ય રહેતો.

નિર્ણય આવ્યા પછી નવો ગલ્લો રાખવામાં આવતો. જેમાં ફરી પાછી પહેલાની જેમ બચત કરવામાં આવતી.

આ વખતે પૈસાનો ગલ્લો ફુલ થઇ જતા દાદાજીએ બપોરના સમયે બધા લોકોને ભેગા કર્યા અને બધા લોકો તેની જરૂરિયાત સુરેશદાદા સમક્ષ રજૂ કરવા લાગ્યા. એવામાં તેઓની નજર કામવાળા બહેન ઉપર પડી. જે બપોરનો સમય હોવાથી ઘરમાં કામ કરી રહ્યા હતા અને તેઓનું ધ્યાન પણ અહીંયા ગલ્લા પર હતું.

સુરેશભાઈ એ તેને પૂછ્યું બોલો રેખાબેન, તમારી શું જરૂરિયાત છે? ઘરના બધા લોકો આશ્ચર્ય સાથે સુરેશદાદા સામે જોવા લાગ્યા, કારણ કે આ તેઓની કમાણીનો હિસ્સો હતો અને બાપુજી એક કામવાળી ને આવું પૂછી રહ્યા હતા?

હજુ કામવાળા રેખાબેન કંઈ જવાબ આપે તે પહેલા તો ફરી પાછું સુરેશભાઈએ પૂછ્યું બોલો રેખાબેન, આ વખતે તેઓ નો અવાજ પણ થોડો મોટો હતો. રેખાબેને થોડા સમય સુધી કંઈ ન બોલ્યા પછી તેને ધીમા અવાજે કહ્યું સાહેબ મારી તો કોઈ જરૂરિયાત નથી પરંતુ મારી દીકરીને સ્કૂલમાં હમણાં થોડા સમયથી ઓનલાઇન ભણાવી રહ્યા હોવાથી મોબાઇલમાં ભણવાનું હોય છે પરંતુ મારી પાસે એવો મોબાઈલ નથી જેમાં મારી દીકરી ભણી શકે… એટલે મારો 6 મહિનાનો પગાર એક સાથે આપી દો તો હું તેના માટે મોબાઇલ ખરીદી શકું અને તે વ્યવસ્થિત ભણી શકે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel