મહિનાનો ખર્ચો માંડ માંડ કાઢનારા માણસ પાસે મુંબઈ થી દુર દિલ્હીમાં ભણાવવા માટે પૈસા હોય એ શક્ય નથી, પરંતુ પૌત્રીના સપના પુરા કરવા એ જ માત્ર બાપુજી ઇચ્છતા હતા એટલા માટે જ તેને પોતાનું ઘર વેચી નાખ્યું અને ઘર વેચીને પૌત્રી ને ભણવા માટે ની ફી ચૂકવી. ત્યાર પછી દાદાજીએ તેની પત્ની, દીકરાની વહુ અને બીજા પૌત્રો તેમજ પૌત્રીને તેના ગામડે બીજા સગા સંબંધીના ઘરે રહેવા માટે મોકલ્યા. અને પોતે છત વિના મુંબઈ શહેરમાં જ રહેવા લાગ્યા.
તેઓ રીક્ષા ને જ પોતાનું ઘર માને છે કારણ કે તેઓ પોતે ઓટો રિક્ષામાં જ ખાય છે અને સુવે છે. અને હવે તો જાણે રીક્ષા જ તેનું ઘર છે આખા દિવસ દરમિયાન તેઓ લોકોને તેની મંઝિલ સુધી પહોંચાડે છે અને રાત્રે ઓટો રિક્ષામાં જ સૂઇ જાય છે.
ઘણી વખત તેઓની તબિયત સારી નથી રહેતી અથવા રીક્ષા ચલાવતા ચલાવતા પગમાં દુખાવો થાય છે પરંતુ જ્યારે પણ તેને પૌત્રી ફોન કરીને કહે છે કે તે પોતાની ક્લાસમાં પહેલા નંબરે પાસ થઈ છે ત્યારે તેનો બધો દુખાવો તેના બધા દુઃખ જાણે ગાયબ થઈ જાય છે.
એ દિવસનો બાપુજી ખૂબ રાહ જોઈને બેસી રહ્યા છે કે જે દિવસે તેની પૌત્રી ટીચર બની જાય, અને ટીચર બન્યા પછી દાદાજી તેમને ગળે લગાવીને કહી શકે કે તેની પૌત્રી ઉપર તેને કેટલું ગર્વ છે.
આખા પરિવાર માંથી તેની પૌત્રી પહેલી ગ્રેજ્યુએટ બનવા જઈ રહી છે. જેવું કે એનું રીઝલ્ટ આવશે કે અઠવાડિયા સુધી કોઈપણ મુસાફર પાસેથી આ દાદા પૈસા નહીં વસૂલે.
આ ખરેખર કોઈ કાલ્પનિક ઘટના નથી કોઈ કાલ્પનિક સ્ટોરી નથી પરંતુ મુંબઇમાં બનેલી સત્યઘટના છે અને આ સ્ટોરી મુંબઈમાં રિક્ષા ચલાવનારા દેશરાજ જીની છે. તેઓ મુંબઈમાં ખાર ઠંડા નાકા ઉપર રીક્ષા ચલાવતા મળી જશે. આ સ્ટોરી ને પ્રથમ વખત ફેસબુકના પેજ Humans of Bombay દ્વારા લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી ત્યાર પછી આ સ્ટોરી સોશિયલ મીડિયા ઉપર ઘણી વાયરલ થઇ ચૂકી હતી અને ત્યાર પછી આ રિક્ષા ચાલકે સામે આવીને પોતાની સ્ટોરી જણાવી હતી. જણાવી દઈએ કે તેઓને મદદરૂપ થવા માટે અત્યાર સુધીમાં ૨૦ લાખથી પણ વધુ રકમ જમા કરવામાં આવી હતી અને તેને આ રકમ મળી ચૂકી છે. આ રકમ મળ્યા પછી તેઓ તેને મદદ કરેલા દરેક લોકોનો આભાર માની રહ્યા હતા.
ખરેખર જો માણસમાં ઇચ્છાશક્તિ હોય, મહેનત કરવાની પ્રબળ ઈચ્છા હોય તો કદાચ જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ હોય તેમ છતાં માણસ નિરાશ થતો નથી. આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરીને અચૂક જણાવજો. તેમજ આ સ્ટોરી ને બને તેટલી શેર કરીને દરેક લોકો સુધી પહોંચાડશો.