તરત જ તે સ્ત્રી ના નંબર પર પાછો ફોન કર્યો અને કહ્યું કે કાલે સવારે તમે રૂપિયા લઈને આવી જાઓ હું તમને હીટર આપી દઈશ. સ્ત્રીના ચહેરા પર ખુશી છલકાઈ ઉઠી અને તેના અવાજમાં પણ ખુશી જણાઈ રહી હતી તેને કહ્યું વિજયભાઈ હું તમારું આ અહેસાન ક્યારેય નહીં ભૂલું. મારા બાળકો માટે આ એક વરદાન રૂપ સાબિત થશે.
બીજા દિવસે સવારે વિજયભાઈ તૈયાર થયા ત્યાં જ તે સ્ત્રી પોતાના નાના બાળકો સાથે હીટર લેવા માટે તેના ઘરે આવી પહોંચી. પૈસા વિજયભાઈના હાથમાં આપ્યા,. પૈસામાં દરેક નોટ અલગ રીતે પડી હતી અને નાની મોટી બધી નોટ જોડીને જાણે ક્યાંય થી ઉતાર લઈને કે જોડી તોડીને ભેગા કર્યા હોય તેમ પૈસા આપ્યા.
બાળકો ની આંખોમાં ખુશી છલકાઇ રહી હતી ભલે એ હીટર વિજયભાઈ માટે જૂનું હતું પરંતુ આ બાળકો માટે એ હીટર નવું હતું, બાળકો ની નજર હીટર પર પડી કે તરત જ તેઓ સ્માઈલ કરવા લાગ્યા.
વિજયભાઈએ તે હીટર તેઓને આપી દીધું અને હસીને કહ્યું, બેટા આ હીટરનું ખૂબ જ ધ્યાન રાખજે. જ્યારે પણ ઠંડી આવે ત્યારે આ હીટર તારો મિત્ર બની જશે. ત્યાર પછી સ્ત્રીને હાથ જોડીને વિજયભાઈએ ધન્યવાદ કહ્યું, સ્ત્રીની આંખો ભીની થઈ ગઈ હતી પરંતુ ચહેરા પર એક સંતોષનું સ્માઈલ હતું, જેવી રીતે જાણે કોઈ મોટી મુશ્કેલી માંથી પોતાના બાળકોને આરામ મળશે એ વાતને લઈને સ્ત્રીના ચહેરા પર સંતોષ દેખાઈ રહ્યો હતો.
સ્ત્રીના ગયા પછી વિજયભાઈ નો પૌત્ર તેની પાસે આવ્યો અને કહ્યું દાદુ તમે આ હીટર કેમ આટલા ઓછા રૂપિયામાં દઈ દીધો. તમે તો 3000 રૂપિયાની વાત કરી રહ્યા હતા. ત્યારે તે દાદાએ જવાબ આપતા કહ્યું કે બેટા ઘણી વખત પૈસાથી વધારે કીમતી એ ખુશી હોય છે જે બીજાઓની મદદ કરીને આપણને મળે છે. હવે તારા પપ્પાએ મને નવું હીટર લઈ આપ્યું એટલે મારે આ હીટરનું કંઈ કામ નહોતું પરંતુ આ હીટર તે સ્ત્રીને વેચવાથી તેના બાળકો કેટલા રાજી થઈ ગયા હતા.
ભલે આ મારા માટે એક ભંગાર સમાન હતું પરંતુ એ જ હીટર આજે કોઈને ખુશીઓનું કારણ બની ગયું હતું. પૌત્ર પણ સમજી ગયો કે દાદાએ તેને ખૂબ જ મોટી શીખ આપી દીધી છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.