વર્ગમાં રહેલા બધા લોકો માંથી મોટાભાગના વિદ્યાર્થીઓ એવું કહ્યું કે દસ રૂપિયાની નાની રકમ પાછી મેળવવા કરતા આપણી પાસે બચેલી મોટી રકમ સાથે લઈને રસ્તા પર આગળ વધીશું.
મોટાભાગના વિદ્યાર્થીઓએ આવો જવાબ આપ્યો એટલે શિક્ષક હસવા લાગ્યા…
શિક્ષકે કહ્યું તમારા લોકોનું સત્ય તેમજ તમારું અવલોકન જરા પણ સાચું નથી. મેં જોયું છે કે મોટાભાગના લોકો દસ રૂપિયા પાછા લેવાની ચિંતામાં લુટેરા નો પીછો કરે છે અને આખરે પરિણામ રૂપે તેની પાસે બચેલા 86390 રૂપિયાથી પણ હાથ ધોઈ બેસે છે.
શિક્ષક આવું બોલ્યા એટલે એક પછી એક બધા વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઇને બોલવા માંડ્યા અરે સર, આ અસંભવ છે, આવું કોણ કરે છે?
શિક્ષકે કહ્યું, હવે વાતને ધ્યાનથી સમજજો. આ 86400 રૂપિયા એ હકીકતમાં આપણા એક દિવસમાં રહેલી સેકન્ડો છે. એક દિવસમાં કુલ 86400 સેકન્ડ હોય છે. પરંતુ 10 સેકન્ડની વાતને લઈને અથવા પછી કોઈપણ 10 સેકન્ડની નારાજગી અને ગુસ્સામાં આપણે આપણા આખા દિવસ ને વિચારોમાં, ગુસ્સો કરીને ગીત આવીએ છીએ અને એટલે જ આપણી પાસે બચેલી 86390 સેકન્ડ પણ આપણે પોતે જ નષ્ટ કરી નાખીએ છીએ. ખરું ને?
શિક્ષકે પોતાની વાત આગળ વધારતાં કહ્યું અમુક વસ્તુઓને ધ્યાનમાં ન લો. કારણકે કદાચ એવું ના થાય કે થોડી પળનો ગુસ્સો તેમજ નકારાત્મકતા તમારા આખા દિવસની તાજગી અને ખૂબસૂરતીને છીનવીને લઈ ન જાય.
આ જ સ્ટોરી મધુર સંગીત સાથે સાંભળીને અનુભવવા માટે નીચેનો વીડીયો અચુક જુઓ અને આવી જ બીજી રસપ્રદ સ્ટોરી સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો…
તમને આ સ્ટોરી કેવી લાગી? તે કમેન્ટ કરીને અચૂક જણાવજો. તેમજ જો તમે આવી જ રસપ્રદ અને પ્રેરણાદાયક સ્ટોરીઓ સાંભળવા માંગતા હોય તો આપણી Youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. Subscribe to us on youtube.