એક શિક્ષક વર્ગમાં દાખલ થયા.
આ શિક્ષક કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, તેઓ ખૂબ જ પ્રસિદ્ધ શિક્ષક હતા. ખાસ કરીને એંગર મેનેજમેન્ટ એટલે કે ગુસ્સાને કઈ રીતના કાબૂમાં કરવો તે વિશે તેઓ ખૂબ જ જાણતા હતા, અને તેઓના વિદ્યાર્થીઓને પણ તેઓ અવારનવાર એંગર મેનેજમેન્ટ વિશે સમજાવતા.
આજે તેઓ વર્ગમાં એંગર મેનેજમેન્ટ વિશે જ વાત કરવાના હતા. બધા વિદ્યાર્થીઓ ઉત્સાહિત હતા.
શિક્ષક વર્ગમાં દાખલ થયા કે તરત જ બધા વિદ્યાર્થીઓએ ઊભા થઈને તેમનું અભિવાદન કર્યું.
શિક્ષકે ઈશારો કરી ને બધા ને બેસવા માટે સૂચના આપી. પછી હાથમાં ચોક લઈને પાછળ ફરી બ્લેક બોર્ડ ઉપર તેઓએ 86400 લખ્યું.
આવો વિચિત્ર આંકડો લખ્યો એટલે બધા લોકો અચરજ પામ્યા. બધા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર મૂંઝવણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. એવામાં શિક્ષકે બધા લોકોને એક સવાલ પૂછ્યો…
બ્લેક બોર્ડ તરફ ઇશારો કરી અને શિક્ષકે કહ્યું જો તમારા બધા પાસે 86400 રૂપિયા હોય અને એમાંથી જો કોઈ લુટેરાઓ આવી અને તમારી પાસેથી દસ રૂપિયા છીનવીને ભાગી જાય તો તમે શું કરો?
શું તમે તે લૂંટારા ની પાછળ લૂંટાયેલા દસ રૂપિયા પાછા મેળવવાની કોશિશ કરશો? કે પછી તમે તમારી પાસે બાકી બચેલા 86390 લઈને સાવચેતી રાખીને તમારા રસ્તા પર આગળ વધશો?
શિક્ષકે સવાલ પૂછ્યો એટલે વર્ગમાં લગભગ બધા લોકો પાસે જવાબ તૈયાર હતો. એક પછી એક ઘણા લોકોને જવાબ પૂછ્યો…