બંનેએ સાથે ભોજન લીધું. ભોજન લેવાની ખુબ મજા આવી કારણ કે આજે ઘણા દિવસે સુભાષે તેની મનપસંદ વાનગીઓ જમી હતી. બીજા દિવસે સવારે તૈયાર થઈને સુભાષ ઓફિસ જવા માટે નીકળ્યા અને તેને તરત ચિઠ્ઠી મગજમાં આવી.
રસ્તામાં એક ફુલ ની દુકાન આવતી જ્યાંથી કાયમ તેઓ ફુલ મંગાવતા એ દુકાન પર ઊભા રહીને સુભાષભાઈ એ એક અત્યંત સુંદર બુકે પસંદ કર્યો ત્યાર પછી તેની અંદર થોડા ફેરફાર કરાવી ને ઘણા બધા ગુલાબ ઉમેરી દીધા કારણ કે તેની પત્નીને ગુલાબ અત્યંત પ્રિય હતા.
સાથે એ જ ચિઠ્ઠી મૂકી દીધી જે ચીઠી તેની પત્નીએ આપી હતી અને એ ચિઠ્ઠીમાં લખ્યું “મે તારી ખામીઓ શોધવા માટે ઘણી કોશિશ કરી, પરંતુ મને તારી 5 ખામી નથી મળી જેમાં સુધારાની જરૂર હોય. તું મને જેવી છે એવી જ સારી લાગે છે.” આટલું લખીને ફુલ વાળા ને પોતાના ઘરનું એડ્રેસ આપીને ઘરે આ બુકે મોકલાવી આપ્યું.
પછી પત્ની ની પ્રતિક્રિયા શું હશે તે જાણવા માટે ઓફિસના કામમાં વ્યસ્ત હોવા છતાં એક ફોન પણ ન કર્યો કારણ કે તે રૂબરૂમાં જોવા ઈચ્છતો હતો કે તેની પત્ની ને શું પ્રતિક્રિયા છે સાંજે જ્યારે ઓફિસેથી પાછો આવ્યો ત્યારે સુભાષ એ જોયું કે સલોની દરવાજા પાસે જ ઉભી રહીને તેની રાહ જોઈ રહી હતી.
દરવાજો ખોલ્યો કે તરત જ તેની પત્નીના ચહેરા ઉપર ખુશી જોવા ઇચ્છતો હતો પરંતુ સલોનીના આંખમાં આંસુ આવી ગયા, હરખના આંસુ એ તેના જીવનની મીઠાશ પહેલા કરતા પણ વધારે કરી નાખી એ કહેવાની જરૂર ન રહે.
સુભાષ અત્યંત ખુશ હતો કે પત્નીએ આગ્રહ કર્યો હોવા છતાં તેને તેની ખામીઓ નું લિસ્ટ નહોતું બનાવ્યું. અને તરત જ વિચારવા લાગ્યો કે કોઈ કોઈ વખત લડાઈ જ્યારે પોતાના સાથે હોય તો હારી પણ જવું જોઈએ.
લગ્નના આટલા વર્ષો પછી સુભાષ હવે એ સમજી ગયો હતો કે લાઈફ પાર્ટનર એ શું વસ્તુ છે તે સમજવા માટે ઘડપણ ની રાહ જોવાની જરૂર નથી. જીવનમાં દરેક લોકોએ એ હુન્નર અપનાવવું જોઈએ કે આપણા પાર્ટનરની પ્રશંસા કરવામાં કંજૂસી ન કરવી અને આલોચના કરવાથી દૂર રહેવામાં જ સમજદારી છે.
20 વર્ષ પછી પણ આ કપલ જાણે નવયુગલ હોય એમ ખુશ થઈ રહ્યું હતું.
આ સ્ટોરી તમને કેવી લાગે તે કમેન્ટ કરીને અચૂક જણાવજો. બધા લોકો સાથે આ સ્ટોરી શેર કરજો તેમજ કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.