કારણ કે તમે બધા એ કાળા ટપકા વિશે તો લખ્યું પણ કોઈ ને બાકી નો આખો કાગળ સફેદ હતો. તેના ઉપર કોઈ નું ધ્યાન જ ગયું નહિ.
તમને ખબર છે તમે બધા એ આવું કેમ કર્યું? જવાબ માં બધા વિદ્યાર્થી એ ના માં જવાબ આપ્યો. ત્યારે પ્રોફેસરે પોતાની વાત આગળ કરતા કહ્યું કે આપણા બધા ની જિંદગી માં આવા સફેદ કાગળ ભરપૂર છે. જે આપણને ખુબ સુખ શાંતિ આપે છે, તેમ છતાં આપણું ધ્યાન હંમેશા આવા કાળા ટપકા ઉપર જ પડે છે. જે આપણને દુઃખ લાલચ ગુસ્સો અને ઈર્ષા આપાવે છે. અને એ કાળું ટપકું આપણને બાકી નો સફેદ કાગળ નો આનંદ લેવા દેતું નથી.
આપણે કોઈ ની સાથે ના નાના મોટા ઝગડા ને લઇ ને બેસી જઈએ છીએ, પણ એ કાળા ટપકા ને લઇ ને બાકી ના સફેદભાગનો આનંદ નથી લેતા, આપણું જીવન ને કુદરતે આપેલી અમુલ્યભેટ છે. જેની આપણે જરા પણ કદર નથી કરતા.
આપણા જીવનમાં નાની મોટી ખુશીની પળો તો આવતી જ રહે છે. પરંતુ આપણું ધ્યાન ફક્ત એ કાળા ટપકા ઉપર જ હોય છે. આપણે આવેલી સુખ ની પળો ને પકડવાની બદલે દુઃખ આપતી વાત પકડી ને જ બેસી જતા હોઈએ છીએ.
એના બદલે આપણે નાની વાત માં સુખ શોધવાનું શરુ કરી દો, જીવન માં સકારાત્મક વિચાર ક્ષમતા કેળવતા આવડી જાય તો ક્યાંય દુઃખ છે જ નહિ. દરેક પાસે થી સુખ મેળવો અને દરેક ને સુખ આપો અને થોડા સમય પછી જુવો જિંદગી જીવવા ની મજા શું છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.