એક કોલેજ માં એક દિવસ પ્રોફેસરે ક્લાસ માં આવી અને કહ્યું કે આજે હું તમારી બધાની સરપ્રાઈઝ ટેસ્ટ લેવાનો છું. નામ સાંભળતા જ બધા વિદ્યાર્થીઓ મૂંઝવણ માં પડી ગયા કે ટેસ્ટ માં ક્યાં સવાલ હશે અને તેના શું જવાબ દેવા આખા ક્લાસ માં સન્નાટો છવાઈ ગયો…
ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હતા જેને કંઈ ફેર ન પડ્યો કારણ કે તેઓ કોલેજમાં જાણે ભણવા નહીં મોજમજા કરવા જ આવતા હોય તેમ આવતા અને કોઈ પણ જાતનું ભણવાનું ટેંશન નહીં, પણ હા બીજા વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયા કે હવે આપણી સાથે શું થશે, આ સરપ્રાઈઝ ટેસ્ટ માં શું હશે વગેરે સવાલો મનમાં ઉદ્ભવવા લાગ્યા.
થોડીવાર માં પ્રોફેસરે બધા વિદ્યાર્થી ને એક એક પ્રશ્નપત્ર આપ્યું અને કહ્યું કે પંદર મિનિટ નો સમય આપવામાં આવે છે, ત્યાં સુધી તમારે જે જવાબ લખવો હોય તે લખી શકો છો.
પ્રશ્નપત્ર જોતા જ બધા વિદ્યાર્થીઓ એકબીજા સામે જોવા લાગ્યા. કારણ કે તેમાં એકપણ પ્રશ્ન લખેલો હતો જ નહિ/ બધા ના પ્રશ્નપત્ર માં વચ્ચે એક કાળું ટપકું હતું.
ત્યારે પ્રોફેસર ને પૂછતાં તેને કહ્યું કે તમે જે જોઈ રહ્યા છો. તે જ પ્રશ્ન છે/ અને તમને જે જવાબ સારો લાગે તે તમે લખી શકો છો. બધા વિદ્યાર્થી એ મૂંઝવણ માં જવાબ લખવાનું ચાલુ કરી દીધું.
સમય પૂરો થતા જ પ્રોફેસરે બધા ના પ્રશ્નપત્ર પાછા લઇ લીધા, અને જોર થી વાંચવા મંડ્યા. બધા ના જવાબ માં વચ્ચે રહેલા કાળા ટપક નો જ ઉલ્લેખ હતો.
બધાના જવાબ વાંચતા હતા ત્યારે ક્લાસ માં એકદમ શાંતિ થઇ ગઈ, અને વિદ્યાર્થીઓ વિચારમાં પડી ગયા કે કેવી અટપટ્ટી પરીક્ષા લીધી છે. ત્યારે પ્રોફેસરે જણાવ્યું કે તમારા માંથી કોઈ ને પણ હું સારા માર્ક્સ આપી શકું તેવો કોઈ નો જવાબ નથી.