લગભગ બધા માણસો માં એક વિચાર કાયમ ના માટે હોય છે કે આપણે કાયમ માટે પોતાને દુઃખી અને બીજા લોકો ને આપણા થી વધુ સુખી સમજતા હોય છીએ જયારે હકીકત તો એ છે કે ભગવાન બધાને પોતાના કર્મો અનુસાર સુખ અને દુઃખ આપતા હોય છે.
આવો જ એક ભક્ત ભગવાન ના મંદિરે જાય છે અને ભગવાન ને પ્રાર્થના કરે છે અને ફરિયાદ પણ કે તમે મારુ ધ્યાન નથી રાખતા હું આટલા વર્ષો થી રોજ મંદિરે તમારા દર્શન કરવા માટે આવું છું અને રાત દિવસ તમારા નામ નું સ્મરણ કરું છું તેમ છતાં મારી જિંદગી માં આટલું દુઃખ શા માટે છે.
ભગવાને તેની ફરિયાદ સાંભળતા જ પ્રગટ થયા અને કહ્યું જેવું તું વિચારે છે તેવું નથી પણ દરેક ના જીવન માં અલગ અલગ દુઃખ અને પરેશાનીઓ રહેલી હોય જ છે બધા ને પોતાના કર્મો અનુસાર તેનું સારું અને ખરાબ ફળ પ્રાપ્ત થતું રહેતું હોય છે અને તારો એ ખોટો વહેમ છે કે હું એકલો જ દુઃખી છું.
પરંતુ ભગવાનનો ભક્ત જવાબ સાંભળી ને રાજી થયો નહિ ત્યારે ભગવાને તેને એક ઉપાય બતાવ્યો અને કહ્યું કે આજે હું તને તારી કિસ્મત બદલવાનો એક મોકો આપું છું મંદિરની બહાર એક મોટું ઝાડ છે તેની ડાળી ઉપર તારું બધું દુઃખ દર્દ તમામ પ્રકાર ની પરેશાની તકલીફો દરિદ્રતા બીમારી અને ચિંતા બધું એક પોટલી માં બાંધીને લટકાવી દે…
અને તારી પહેલા પણ અનેક માણસો એ ત્યાં આવી જ પોટલી બાંધી અને લટકાવેલી છે ભક્ત તો ખુશ થઇ ગયો અને ભગવાન ને કહેવા લાગ્યો કે ચાલો હું હવે મારી બધી તકલીફો ની પોટલી બાંધી ને તે ઝાડ ની ડાળી પર લટકાવવા માટે જાવ છું
ત્યારે ભગવાને તેને કહ્યું કે ત્યાં તું જ પણ મારી એક શર્ત છે તે તારે પુરી કરવી પડશે બકતે કહ્યું કે કેવી શર્ત ભગવાન ?એટલે ભગવાને જવાબ આપતા કહ્યું કે તું તારી પોટલી લટકાવીશ ત્યાં પહેલેથી લટકાવેલી પોટલી માંથી કોઈ પણ એક પોટલી પસંદ કરી… અને તારી સાથે…
લઇ જવી પડશે ભક્ત ને આશ્ચર્ય થયું પણ કહ્યું કે સારું ચાલો હું તેમાંથી એક પોટલી પસંદ કરી લઈશ ભક્ત તો તેની બધી સમસ્યા ની પોટલી બાંધી અને ઝાડ પર લટકાવી હવે વાત આવી પહેલે થી ટાંગેલી પોટલી માંથી એક પોટલી પસંદ કરવાની હવે તે અસમંજસ માં મુકાયો.