તેના પછી બીજો સેલ્સમેન તેની કંપનીમાં રીપોર્ટ લઈને આવ્યો કે આપણે ત્રણ થી ચાર વર્ષ સુધી રાત-દિવસ કામ કરીએ તો પણ નવરા થઇ શકે નહીં એટલું કામ આપણી કંપનીને આફ્રિકામાંથી મળી શકે તેમ છે, કારણકે ત્યાં કોઈની પાસે પગમાં પહેરવાના પગરખા જ નથી.
પરિસ્થિતિ દરેક જગ્યાએ એક જ હતી, પરંતુ એક સેલ્સમેનને એ પરિસ્થિતિમાં નિરાશા દેખાઈ અને બીજા સેલ્સમેનને એ જ પરિસ્થિતિમાં એક સુવર્ણ તક નજરે આવી. બંને સેલ્સમેન એક જ પરિસ્થિતિ માંથી પસાર થયા પરંતુ બંને શું વિચારે છે તેના ઉપર બધો આધાર હતો.
આપણે ઘણી વખત ધંધામાં કે નોકરીમાં કંઈ નથી એવું વિચારતા હોઈએ છીએ પરંતુ એ જ ધંધામાં કે નોકરીમાંથી અન્ય અનેક લોકો પ્રગતિ કરતા હોય છે, ત્યારે આપણે એટલું કબૂલ કરવું જ પડે કે ક્યાંક આપણા વિચારોમાં ખોટ રહી ચૂકી છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.