એક દિવસ બે ભાઇઓ ઓફિસથી ઘરે આવ્યા, બંનેની ઓફિસ તો અલગ અલગ હતી પરંતુ તેનો આવવાનો ટાઇમ લગભગ એકસાથે થઈ જતો આથી બંને એક વાહનમાં જતા અને પાછા પણ આવી જતા.
બંને ભાઈઓ આર્થિક રીતે ખૂબ જ સધ્ધર હતા અને તેઓની નોકરી પણ ખૂબ જ સારી હોવાથી તેઓ ખૂબ સારું કમાઈ લેતા. તેઓનો ફ્લેટ ખુબ જ પોશ વિસ્તારમાં હતો. અને તેઓ ના ફ્લેટનું building ૧૦૦ માળ નું હતુ.
આવી અને તરત જ બિલ્ડિંગમાં લિફ્ટ પાસે ગયા અને ધ્યાન પડ્યું તો લિફ્ટ બંધ હતી, આથી તે ફ્લેટ માં બીજી લિફ્ટની પણ જોગવાઇ હતી. એટલે બન્ને ભાઈઓ બીજી લિફ્ટ પાસે ગયા. બીજી લિફ્ટ જોઈ તો તે પણ બંધ હતી.
બન્ને ભાઈઓ ખૂબ જ થાકી ગયા હતા પરંતુ હવે બીજો કોઈ રસ્તો હતો નહીં કારણકે સિક્યુરિટીને પણ પૂછવામાં આવ્યું પરંતુ તેમણે કહ્યું કે હજી લિફ્ટને ચાલુ થવામાં ચાર કલાક જેટલો સમય લાગશે રીપેરીંગ કામ ચાલુ છે.
તેઓનો ફ્લેટ તો ૮૦ માં માળ ઉપર આવેલો હતો પણ હવે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો એટલે તેઓ વાતો કરતા કરતા ચડવા લાગ્યા, અને જોતજોતામાં બન્ને ભાઈઓ 20 માળ ચઢી ગયા.
20 માં માળે પહોંચી ને તે ભાઈઓ એ વિચાર્યું કે હવે આપણા ખભા પર આ થેલાઓ લઇને ચઢીએ છીએ એટલે વધારે ભાર લાગે છે આ થેલાઓ તો કાલે પાછા લઈ જવાના છે તો એક કામ કરીએ એ અહિયાં જ છોડી દઈએ.
આથી બંને ભાઈઓએ 20માં માળ પર થેલા છોડીને આગળ વધ્યા, ભાર થોડો હળવો થઈ ગયો હતો એટલે તેઓ વધારે સહેલાઈથી અને ઝડપથી આગળ વધી રહ્યા હતા.
ધીમે ધીમે 40માં માળ પર પહોંચી ગયા પછી થોડો થાક વધુ લાગ્યો અને કંટાળ્યા પણ હતા એટલે વાતો કરતા-કરતા એકબીજા સાથે થોડો ઝઘડો કરવા લાગ્યા, એકબીજા પર એક બીજાના દોષ ના ટોપલા ઢોળતા જાય અને ધીમે ધીમે ઉપર ચઢતા જાય.
60માં માળ પર પહોંચી ગયા પછી સમજાણું કે હવે તો ક્યાં વધારે ચઢવાનું બાકી છે. એક કામ કરો આપણે બંને ખોટા ઝઘડીએ છીએ. હવે તો બસ ખાલી ૨૦ માળ જ ચઢવાના બાકી રહ્યા છે. આથી બન્ને ભાઈઓ ઝગડવાનું બંધ કરીને આગળ વધતા ગયા અને ૮૦ માં માળ પર આવી પહોંચ્યા. એટલે મોટા ભાઇએ નાના ભાઇ ને કહ્યું તે ઘર પર તો કોઈ છે નહીં મને ઘરની ચાવી લાવ.