એટલે તેના પિતાએ જવાબ આપતા કહ્યું કે આજે હું એક શિક્ષક ના ઘરે સામાન ઉતારવા માટે ગયો હતો તેને મને કામ પત્યા પછી થોડી વાર બેસાડી અને ચા પાણી પીવડાવ્યા અને સલાહ આપી કે તમારો સ્વભાવ ગુસ્સાવાળો અને ઉતાવળીયો છે.
તમે તેને સુધારી અને થોડા શાંતિ થી વાતચીત કરો જેથી તમારી જિંદગી માં પણ શાંતિ મળે અને શાંતિ થી જીવન જીવી શકો અને તે શિક્ષક ની વાત મને મનમાં અસર કરી ગઈ.
અને એ માટે જ મેં અત્યારે ભોજન કરવામાં શાક માં નમક વધારે હતું તો પણ કઈ કહ્યું નહિ કે ગુસ્સો કર્યો નહિ કારણ કે એક વખત નું વધારે નમક વાળું શાક ખાવાથી માણસ ને કોઈ નુકસાન નથી થતું.
પરંતુ ગુસ્સો કરી અને બોલેલા ખરાબ શબ્દો અને કરેલું અપમાન માણસ ને અંદર સુધી દુઃખી કરવા માટે ઘણું છે આ દુનિયા આપણને પસંદ ના હોય તેવા અનેક કારણો થી ભરેલી છે.
અને હું પણ તેમાં આવી જાવ છું તેમ આપણી આજુબાજુ વાળા ની પણ ભૂલ હોઈ શકે છે અને આપણી પણ પરંતુ ખાસ યાદ રાખવા જેવી વાત છે કે બધા ની નાની મોટી થયેલી ભૂલો ને સ્વીકારી અને સંબંધો નિભાવતા શીખી જવું.
કારણ કે આ નાની જિંદગી માં જેટલો લઇ શકાય એટલો આનંદ મેળવી લેવો બાકી બીજા ની ભૂલો જ જોયા કરશું તો આપણે ક્યાં દિવસે આપણી જિંદગી નો આનંદ માણીશું?? આપણા અભિમાન ને અને ગુસ્સા ને ભૂલી અને જીવન જીવો બધા લોકો આપણા લાગશે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.