ગોરધનભાઈ તે કેરી આજે જ લઈ આવ્યા હતા અને તે નોકરને ખવડાવવા માંગતા હતા એટલે કેરી ને પોતાની હાથે સુધારીને તેઓ નોકર ને ખવડાવી રહ્યા હતા.
નોકર કેરીના ખૂબ વખાણ કરી રહ્યો હતો, એટલે ગોરધનભાઈ ને ઈચ્છા નહોતી તેમ છતાં કેરી ખાવાનું મન થઈ ગયું. તેને નોકરને આપીને બીજી ચીર પોતે પણ ખાધી પોતે ખાધી કે તરત જ હાથમાંથી કેરીની ચીરનો ઘા થઈ ગયો.
અને મોઢામાંથી પણ થૂં થુ કરતા બોલવા લાગ્યા કે અરે આ કેરી તો કેટલી ખાટી છે, આ ખાટી કેરીના તો પછી કેમ ખોટા વખાણ કરતો હતો એવું તેને નોકરને પૂછ્યું.
નોકરે જવાબ આપતા કહ્યું કે સાહેબ હું કેરીની ચેરના કે કેરીના સ્વાદના નહીં પરંતુ તમારી અને મારી આટલી બધી આત્મીયતા છે અને તમે આટલી લાગણી અને પ્રેમ દર્શાવો છો તેના વખાણ કરી રહ્યો હતો.
કેરી ભલે ખાટી હોય પરંતુ તમારા હાથના સ્પર્શથી જ એ જાણે મીઠી થઈ જતી હોય તેમ મને લાગતું હતું. અને આજ દિવસ સુધી તમે મને ખૂબ સારું ખવડાવ્યું છે અને આજના દિવસની જ વાત કરીએ તો તમે મને મોટી હોટલ કે જે મેં કોઈ દિવસ જોઈ પણ નહોતી ત્યાં જઈને જમાડ્યો છે તો પછી હું આ એક સામાન્ય કેરીની ભૂલ કઈ રીતે કાઢી શકું.
આ સ્ટોરી પરથી એ વાત સમજવાની છે કે રોજ પ્રેમથી રસોઈ બનાવીને જમાડનારી માતા હોય કે આપણી પત્ની હોય પરંતુ જો એનાથી ક્યારેક રસોઈ ખરાબ થઈ જાય અથવા તેમાં સ્વાદ ન હોય ત્યારે તેની આગળની બધી રસોઈની લાગણી અને પ્રેમને યાદ કરજો સાહેબ રસોઈ નો સ્વાદ બદલાઈ જશે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.