તમારી આ બધી ભૂલને કારણે તમે તમારા જમાઇ ને દુઃખ આપ્યું છે. અને તમારું આપેલું દુઃખ અનેકગણું થઈને તમારી પાસે ફરી પાછું આવ્યું છે. એટલા માટે જાઓ તમે તમારી ભૂલ માટે માફી માંગો. નહીં તો તમે શાંતિથી જીવન પસાર નહીં કરી શકો. માફી માગવી એ ખુબ જ મોટી સાધના છે અને તમે તો એક મોટા સાધક છો.
સંતના મોઢેથી આ વાત સાંભળીને જગદીશભાઈ ને જાણે આંખો ખુલી ગઈ. તેઓ સંતોને પ્રણામ કરીને તરત જ મીઠાઇ ફળ વગેરે લઈને જમાઈ ના ઘરે જાય છે.
જમવાનો સમય થઈ ચૂક્યો હોવાથી જમાઈ ના ઘરે બધા લોકો જમવા બેસવાની તૈયારી કરી રહ્યા હતા એવામાં જગદીશભાઈએ ડોરબેલ વગાડી. અને દરવાજો તેની દીકરી ના દીકરા એ જ ખોલ્યો. દીકરીના દીકરાને પોતાના નજર સમક્ષ જોઇને જગદીશભાઈ ખુશ થઈ ગયા અને છોકરો પણ ખુશ થઈ ગયો તરત જ બોલ્યો મમ્મી પપ્પા જુઓ કોણ આવ્યું છે, નાના આવ્યા છે.
માતા-પિતાએ દરવાજા તરફ જોયું. બધા લોકોને પહેલા તો વિશ્વાસ જ ન થયો કે જગદીશભાઈ આવ્યા છે. જગદીશભાઈની દીકરી ખૂબ જ રાજી થઈ ગઈ અને તેના આંખમાંથી હરખના આંસુ વહેવા લાગ્યા. કારણ કે દસ વર્ષ પછી તેના પિતા તેઓની ઘરે આવ્યા હતા.
જગદીશભાઈ એ મીઠાઈના બોક્સ ને ટેબલ પર રાખી ને બંને હાથ જોડીને જમાઈને કહ્યું બેટા બધી ભૂલ મારાથી થઈ છે, મને માફ કરી દો.
“માફ” શબ્દ નીકળતા જ જગદીશભાઈ ના હૃદય નો પ્રેમ આંસુ બનીને વહેવા લાગ્યો. જમાઈ તરત જ જગદીશભાઈ ની નજીક આવીને જગદીશભાઈ ને ભેટી પડ્યો. જગદીશભાઈ ના આંસુ તેના જમાઈ ની પીઠ ઉપર પડવા લાગ્યા અને એ જ રીતે જમાઈના પસ્તાવાના અને પ્રેમ ના આંસુ જગદીશભાઈ ની પીઠ પર પડવા લાગ્યા.
જગદીશભાઈ તેની દીકરીની અને તેની દીકરી જગદીશભાઈ ની માફી માંગવા લાગી. માફી અને પ્રેમનો જાણે સાગર તૂટી પડ્યો. બધા લોકોની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. જમાઈ તરત જ સ્વસ્થ થઈને અંદર પોતાના રૂમમાં જઈને પૈસા લાવીને જગદીશભાઈ ની સામે રાખી દે છે.
જગદીશભાઈ કહેવા લાગ્યા બેટા આજે હું કશું લેવા નથી આવ્યો હું તો માત્ર મારી ભૂલ સુધારવા, અને મારી સાધના અને સજીવ બનાવવા અને મારા ભાણિયાઓ સાથે રમવા માટે આવ્યો છું. અને દરવાજો ખોલતાની સાથે જ ભાણીયા નો હસતો ચહેરો જોઈને મને અંદાજો આવી ગયો કે મારું આવવાનું સફળ થઈ ગયું મારા બધા દુઃખ જતા રહ્યા અને હવે મને ખુશીનો અહેસાસ થઇ રહ્યો છે.
જમાઈ અને તેને કહ્યું તમે આ રૂપિયા અને જ્યાં સુધી નહીં લો ત્યાં સુધી મારા હૃદયમાં પણ વસવસો રહી જશે, એટલે મહેરબાની કરીને તમે આ રૂપિયા લઇ લો.
જમાઈને આદર આપીને જગદીશભાઈએ તે રૂપિયા લઇ લીધા અને બીજી જ ક્ષણે તે બધા રૂપિયા પોતાની ઈચ્છા અનુસાર તેની દીકરીને અને ભાણિયાઓ ને આપી દીધા. ભોજનની તૈયારીઓ ચાલી રહી હતી આજે જગદીશભાઈ એ પણ દીકરીના ઘરે પ્રેમથી ભોજન કર્યું.
અને ભોજન કરીને બધા લોકો જગદીશ ભાઈ ના ઘરે ગયા, દસ વર્ષ પછી મધરાત્રીએ જ્યારે માં- દીકરી, ભાઈ બહેન અને નણંદ-ભાભી નું એકબીજા સાથે મિલન થયું તો એવો નજારો થઈ ગયો જાણે સાક્ષાત પ્રેમ શરીર ધારણ કરીને પહોંચી ગયો હોય.
વર્ષો પછી પરિવારને આટલો ખુશ જોઈને જગદીશભાઈ ને પણ ખૂબ જ ખુશીનો અહેસાસ થયો. આજે જગદીશભાઈ ને સંત એ કહેલી વાત બરાબર સમજાઈ ગઈ કે માફી માગવી એ સાધના છે અને માફી માંગીને સંબંધ સુધરી જતા હોય તો માફી માંગવાથી કોઈ માણસ નીચો નથી થઈ જતો.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.