હોટલમાં જમવા ગયા તો ત્યાં પિતાએ કહ્યુ, આ હોટલ છે કે ગંદકીવાડો? તો દિકરાએ જવાબમાં એવું કહ્યું કે પિતાના મોઢામાં…

નવી જગ્યા પર બેસવાની જગ્યા પણ સારી હતી અને ટેબલ પણ ચોખ્ખું હતું. તેમ છતાં પિતાનો જમવાનો મૂડ તો સાવ ખરાબ થઈ ગયો હતો, તેમ છતાં દીકરાની ઈચ્છા હતી એટલે એ બેસી રહ્યા. થોડા સમય પછી વેઇટર પાણી લઈને આવ્યો દૂરથી પાણી લઈને આવ્યો તે દેખાઈ રહ્યું હતું પાણીના ગ્લાસ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા પરંતુ જ્યારે પાણીનો ગ્લાસ હાથમાં લીધો હતો અંદર નજર કરી તો સાવ ખરાબ પાણી અંદર ભરેલું હતું. પિતાએ પાણીનો ગ્લાસ હાથમાં લઈને જોયો તો પાણીમાંથી રીતસરની વાસ આવી રહી હતી.

આટલું બધું બની ગયું એટલે હવે પિતાનો મગજ તેના કાબૂમાં રહ્યો નહીં અને તેણે ગ્લાસ ને બાજુમાં રહેલા બારી ની બહાર ઘા કરી દીધો અને બહાર જઈને ગ્લાસ નીચે જેવો પટકાયો કે ગ્લાસ તૂટી ગયો અને પાણી બધું રસ્તા પર ઢોળાઈ ગયું.

વેઇટર પણ ઉભો ઉભો આ બધું દ્રશ્ય જોઈ રહ્યો હતો પરંતુ એ કંઈ કહેવા જાય તે પહેલા દીકરાએ તેના પિતાને કહ્યું કે કેમ પપ્પા તમને શું થયું? પિતા એકદમ ગુસ્સે થઈ ગયા હતા તેને દીકરાને ગુસ્સામાં જવાબ આપતા કહ્યું કે આ કયા પ્રકારનું હોટલ છે આ હકીકતમાં હોટલ છે કે ગંદકીવાડો? અહીં તો થોડી સેકન્ડ પણ ઊભા રહેવું પસંદ પડે તેમ નથી.

દીકરાએ તેના ચહેરાના હાવભાવ ફેરવી નાખ્યા તેના ચહેરા પર એક અજીબ મુસ્કુરાહટ આવી ગઈ. જાણે તે પિતાજીના મોઢામાંથી આ શબ્દો સાંભળવા માગતો હોય અને પિતાજી બોલી ગયા હોય અને જેવી તેને ખુશી થાય એ રીતના તે ખુશ થઈ ગયો અને હસવા લાગ્યો.

તેના પિતા આશ્ચર્ય ચકિત થઈ ગયા દીકરાને કહ્યું તું કેમ હસી રહ્યો છે? દીકરાએ કહ્યું માફ કરજો પપ્પા પણ તમે જે ઓફિસમાં કામ કરીને તમારું હૃદય ગંદુ કરી રહ્યા છો અને પછી સાંજે એ હૃદયમાં ભગવાન ને આવકારો છો અને કહો છો કે તમારા હૃદયમાં આવીને બેસે, આ માટે તમે ભગવાનને પ્રાર્થના પણ કરો છો તો શું ભગવાનને તમારા ઉપર ગુસ્સો નહીં આવતો હોય?

પિતા આખી વાત સમજી ગયા, તેના મોઢામાં દીકરાને જવાબ આપવા માટે કોઈ શબ્દ બચ્યા નહોતા. એને એમ પણ સમજમાં આવી ગયું હતું કે દીકરો મોટો થઇ ગયો અને સાચા ખોટાની સમજ પણ તેને પડવા લાગી છે. પરંતુ તેને જવાબમાં શું કહેવું તેની સમજ આજે પિતા માં જ રહી ન હતી.

આ ભલે કદાચ એક કાલ્પનિક સ્ટોરી પણ હોઈ શકે પરંતુ આ વાત ખરેખર જિંદગીભર યાદ રાખવા જેવી છે કે ઘણા લોકો ભગવાનની પૂજા-અર્ચના તેમજ પ્રાર્થના પૂરા દિલથી કરતાં હોય છે પરંતુ સાથે સાથે ખોટા કામ પણ કરતા હોય છે તો એનો અર્થ શું થયું? જો આપણે કોઈ હોટલમાં જઈને ગંદકી વાળી જગ્યા પર બેસવા તૈયાર નથી થતા તો આપણા અશુદ્ધ રદયમાં બેસવા માટે ભગવાનને ગમે તેટલા આમંત્રણ આપીએ પરંતુ ભગવાન એમાં બેસવા તૈયાર થવાના?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel