હોટલમાં જમવા ગયા તો ત્યાં પિતાએ કહ્યુ, આ હોટલ છે કે ગંદકીવાડો? તો દિકરાએ જવાબમાં એવું કહ્યું કે પિતાના મોઢામાં…

એક સામાન્ય અધિકારી હતો, તેમનો હોદ્દો તો ઘણો સામાન્ય હતો પરંતુ તેને પોતાની નોકરીમાં ભ્રષ્ટાચાર કરીને ઘણી સંપત્તિ એકઠી કરી લીધી હતી. અને ભ્રષ્ટાચાર કરીને એકઠી કરેલી સંપત્તિ તેની પાસે હોવા છતાં સાંજ પડે એટલે જાણે મહાન ભગત હોય એવો બની જતો.

સાંજ પડે એટલે ભગવાનના મંદિરમાં જઈ અને જાણે ભક્તિમાં લીન થઇ જાય. મંદિરોમાં મોટી રકમનું દાન પણ આપે, અને તેનું આવું દ્વિમુખી વ્યક્તિત્વ તેના પોતાના દીકરાને જરા પણ પસંદ ન હતું.

તેના ઘરે એક દીકરો હતો, દીકરો સમજુ થયો ત્યાર પછી બધું જોઈ રહ્યો હતો કે કઈ રીતે પિતા ભ્રષ્ટાચાર કરીને સંપતિ એકઠી કરી રહ્યા છે. અને આ વાત દીકરાને જરાપણ પસંદ ન હતી. દીકરો તેના પિતાને કઈ રીતે સમજાવે કે તેઓ જે કરી રહ્યા છે તે વ્યાજબી નથી? પિતા સામે ઊંચા અવાજે બોલવાની તેની હિંમત પણ ન હતી અને તે તેના પિતાને શાંતિથી સમજાવવા માંગતો હતો.

એક દિવસ એને એક યુક્તિ સુજી અને તેને તેના પિતાને જ્યારે નોકરીએ ગયા હતા ત્યારે ફોન કર્યો અને કહ્યું કે પપ્પા મારે આજે બહાર હોટલમાં જમવા ની ઈચ્છા છે. સામેથી પણ પિતાએ જવાબ આપ્યો કે સરસ આપણે ચોક્કસ જઈશું બોલ તારે ક્યાં હોટલમાં જાવું છે એટલે દીકરા હોટલનું નામ આપ્યું પિતાએ કહ્યું ઠીક છે આપણે આજે સાંજે હું આવું એટલે આપણે બંને તે હોટલ માં જઈશું.

અધિકારી પોતાની નોકરી પૂરી કરીને ઘરે આવ્યો તૈયાર થઈને એ અને તેનો દીકરો બન્ને જમવા માટે બહાર નીકળ્યા અને સવારે ફોન પર નક્કી કરેલા રેસ્ટોરેન્ટમાં ગયા.

હોટલનો માહોલ થોડો બીજા હોટલ કરતા અલગ હતો, અંદર પ્રવેશતાની સાથે પિતાને હોટલ નો માહોલ પસંદ ન આવ્યો તેમ છતાં દીકરાની પસંદગી હતી એટલે કશું બોલ્યા નહીં. એવામાં વેઇટર આવ્યો એટલે વેઇટર ની સામે નજર મળી એટલે એટલે બંને ને ઈશારો કરીને એક જગ્યા પાસે બેસવા માટે કહ્યું જ્યાં થોડીક ખુરશીઓ પડી હતી.

એટલે પિતા અને દીકરો બન્ને જગ્યા પર બેસવા ગયા પરંતુ ત્યાં જઈને જોયું તો ખુરશી ની હાલત ખૂબ જ ખરાબ હતી એકદમ ગંદકીથી ભરેલી ખુશીઓ ત્યાં પડી હતી ખુરશી પર ડાઘા તો પડેલા હતા પરંતુ દાળ શાક જોડાયેલા પણ ખુરશીઓ પર એમનેમ ચોંટયા હતા સાફ કરવામાં પણ આવ્યા ન હતા. પિતા એ તરત જ વેઇટરને આ બાબતની ફરિયાદ કરી એટલે તેઓને બેસવા માટે કોઈ બીજી જગ્યા આપ.

નવી જગ્યા પર બેસવા ગયા તો ત્યાં બેસવાની જગ્યા તો ચોખ્ખી હતી, પરંતુ ત્યાં પડેલું ટેબલ ખુબજ ગંદુ હતું. ટેબલ પરથી કોઈ જમીને ગયું હશે પરંતુ એ ટેબલને કેટલાય સમય સુધી સાફ કરવામાં ન આવ્યું હોય એ રીતે જાણે લાગી રહ્યું હતું. પિતા થોડા અપસેટ થઈ ગયા અને દીકરાને કહ્યું બેટા તું મને આ તે વળી કેવા હોટલમાં જમવા માટે લઈ આવ્યો છે? થોડાક ઓછા અવાજમાં ફરી પાછા પિતાએ વેઇટરને બોલાવ્યો અને ફરિયાદ કરી એટલે નવી જગ્યા આપી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel