હાથીએ ધર્મરાજાને કહ્યું તમે જીવતા માણસને લઈ એવો પછી તમને ખબર પડશે કે માણસ શું ચીજ છે? જીવતા માણસ આવ્યાના થોડા દિવસ પછી એવું થઈ ગયું કે આખું દેવલોક…

સ્વર્ગ માં મોકલી આપો આમ ને આમ સ્વર્ગ માં જવા વાળા ની મોટી લાઈન લાગી ગઈ ત્યારે ભગવાને બેઠા બેઠા નજર કરી તો જોવા મળ્યું કે સ્વર્ગ માં જવા વાળા ની લાંબી લાઈન લાગી ગઈ છે તે પણ બેઠા બેઠા વિચારવા લાગ્યા કે મનુષ્ય ને આ શું થઇ ગયું છે કે આટલા બધા આત્મા સ્વર્ગ માં આવી રહ્યા છે.

ભગવાન તો બેઠા થઇ ગયા અને ધર્મરાજા પાસે આવ્યા ભગવાન ને જોઈને બધા ઉભા થઇ ગયા અને તે મનુષ્ય પણ ઉભો થઇ ગયો ભગવાને ત્યાં આવતા જ ધર્મરાજા ને પૂછ્યું કે શું વાત છે આટલા બધા લોકો ના આત્મા ને તમે સ્વર્ગલોક માં મોકલી રહ્યા છો ???

જવાબ આપતા ધર્મરાજા એ કહ્યું કે હે પ્રભુ આ મારુ કામ નથી આપે જ જે મનુષ્ય ને મોકલેલા આ તેનું કામ છે. એટલે ભગવાને તે મનુષ્ય ને પૂછ્યું કે તમને અહીંયા કોણે મોકલ્યા છે ??? ત્યારે તે મનુષ્ય કહે છે કે આપે જ મને અહીંયા મોકલ્યો છે અહીંયા આવવું અને બેસવું એ મારા હાથ ની વાત થોડી છે ???

અને થોડા સમય માટે મારે અહીંયા બેસવાનું છે તો હું કોઈ નું ખરાબ કેમ કરું ??એ માટે મેં બધાને સ્વર્ગમાં મોકલ્યા અહીંયા આવતા જીવો નો ઉદ્ધાર કરવો તે પાપ તો નથી ને ?? ત્યારે ત્યાં ઉભેલા હાથી ના આત્મા એ ધર્મરાજા ને કહ્યું કે તમે મને કહેતા હતા ને કે આટલું મોટું શરીર છે,

છતાં મનુષ્ય ના કાબુ માં કેમ આવી જાવ છો? અત્યારે તો ધર્મરાજા પોતે પણ મનુષ્ય ના કાબુ માં આવી ગયા છે. આ કાળા માથાનો માનવી બહુ વિચિત્ર પ્રાણી છે. ભગવાન આ તો તે પોતાના પરિવાર અને વ્યવહાર માં ફસાયેલો પડ્યો છે, એટલે બાકી આ દુનિયા આખી માં ઊથલપાથલ કરી નાખે તેમ છે.

ત્યારે ભગવાને કહ્યું કે હે મનુષ્ય હવે તું પાછો ધરતી પર જા પણ મનુષ્ય એ કહ્યું કે હવે હું અહીંયા સુધી આવી ગયો છું. એટલે તમારે મને પણ સ્વર્ગ માં જગ્યા આપવી પડશે, અને મારી સાથે આ હાથી ના આત્મા ને પણ કારણ કે તેના કારણે તો હું અહીંયા સુધી આવી શક્યો છું. આમ મનુષ્ય પોતે તો સ્વર્ગ માં ગયો પણ તે હાથી ને પણ સ્વર્ગમાં જગ્યા અપાવી.

આ વાર્તા માંથી આપણે એટલું જ શીખવાનું કે આપણા હાથ માં સતા આવે તો બધા નું ભલું કરો કોઈનું ખરાબ કરશો નહિ કોઈ ને દુઃખ આપશો નહિ જયારે સત્તા મળે ઉચ્ચ પદ મળે લોકો નું સારું કરો કારણ કે આજે જે સતા આપણા હાથ માં છે તે ગઈકાલે બીજા પાસે હતી, અને આવતીકાલે ત્રીજા પાસે હશે. કોઈ કાયમ માટે નથી રહેવાનું પણ સારા કર્મ કરીને જશે તેને લોકો યાદ કરશે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel