એક વખત એક હાથી નું મૃત્યુ થતા તેનો આત્મા ધર્મરાજ પાસે લઇ જવામાં આવ્યો. ત્યારે ધર્મરાજા એ તેને પૂછ્યું કે તને આટલું મોટું શરીર આપ્યું છે. તો પણ તું મનુષ્ય ના કાબુ માં આવી ગયો. અને આખું જીવન મનુષ્ય જે પણ કામ હોય તે તારા પાસે કરાવે છે.
તારા એક પગ જેટલી જગ્યા માં આખો મનુષ્ય સમય જાય તો પણ તું તેના કાબુ માં થઇ જાય છે ત્યારે હાથી એ જવાબ આપતા કહ્યું કે મનુષ્ય છે જ એવું પ્રાણી મોટા મોટા જીવ ને પણ તે કાબુ માં કરી લે છે ત્યારે ધર્મરાજા એ કહ્યું કે અમારે ત્યાં તો અગણિત મનુષ્ય ના આત્મા આવે છે
ત્યારે હાથી એ જવાબ આપતા કહ્યું કે તમે પહેલા એક જીવતા મનુષ્ય ને અહીંયા લઇ ને આવો પછી તમને પણ ખબર પડશે
ધર્મરાજા એ તેના દૂત ને હુકમ કર્યો કે જાવ પૃથ્વી ઉપર થી એક જીવતા મનુષ્ય ને લઇ ને મારી સામે આવો પૃથ્વી પર ગરમી પડી રહી હોવાથી એક માણસ પોતાના ફળીયા માં ખાટલો નાખી ને નીંદર કરી રહ્યો હતો. ધર્મરાજા ના દૂતે તેને ખાટલા સાથે ઉપાડ્યો અને ઉડવા લાગ્યો સુઈ રહેલા માણસની નીંદર ઉડી ગઈ
અને તેને જોયું કે ધર્મગ્રંથ માં આવતા ભગવાન ના દૂત જેવા જ લાગે છે તેના જેવો જ પહેરવેશ અને હથિયાર પણ તેના જેવા જ છે, તેને તુરંત જ પોતાના ખીસા માં રહેલા કાગળ માં કંઈક લખ્યું અને પાછો કાગળ ખીસા માં રાખી દીધો અને તે શાંતિ થી સુઈ ગયો કારણ કે આકાશ માંથી નીચે પડી જવાનું મોટું જોખમ હતું.
સવાર ના પહોર માં તે ધર્મ રાજાની સભા માં ધર્મ રાજાની સામે હાજર થઈ ગયો દૂતે તેનો ખાટલો નીચે રાખ્યો ત્યારે તે જીવતા મનુષ્ય એ પોતાના ખિસ્સા માંથી એક કાગળ કાઢી ને ધર્મ રાજા ને આપ્યો જેમાં લખ્યું હતું. ધર્મરાજ ને નારાયણ ના નમસ્કાર અમારા મુનીમ ને આપણી પાસે મોકલ્યા છે અને તેની પાસે જ બધું વહીવટી કામ કરાવશો… નારાયણ.
ચીઠી વાંચતા જ ધર્મરાજે પોતાની ગાદી તે મનુષ્ય ને સોંપી આપી અને કહ્યું કે આવો મહારાજ આપ અહીંયા બિરાજો ધર્મરાજે વિચાર્યું કે ભગવાન ના હુકમ નો અનાદર થાય નહિ થોડી વાર થઈ હશે, ત્યાં બીજા દૂત એક મનુષ્યના આત્મા ને લઇ ને આવે છે.
ત્યારે તે મનુષ્ય પૂછે છે કે આ કોણ છે ત્યારે તેના દૂત કહે છે કે મહારાજ એક લૂંટારો છે અનેક લોકો ને માર મારી અને લુંટ્યા છે અને ઘણા લોકો ના જીવ પણ લીધા છે તેને શું દંડ આપવાનો છે ?ત્યારે તે મનુષ્ય એ કહ્યું કે આને સ્વર્ગ માં મોકલવામાં આવે ત્યાં બીજા દૂત એક બીજા મનુષ્ય ના આત્મા ને લઇ ને આવે છે.
જે દૂધ માં મિલાવટ કરી અને લોકો ના સ્વાસ્થ્ય ની સાથે ચેડાં કરેલા હતા જેના કારણે અનેક બાળકો ની તબિયત ખરાબ થઇ ગઈ હતી અને કેટલાક ના મૃત્યુ પણ થયા હતા તેને પણ તે મનુષ્ય એ સ્વર્ગ માં મોકલી આપ્યો આમ ગમે તેવા પાપ કરીને આવતા આત્માને તે સ્વર્ગ માં મોકલવા લાગ્યો બધા માટે તેને એક જ હુકમ હતો.