વત્સલ નું ભણતર પૂરું થયું તેને લગભગ છ મહિના જેટલો સમય થઈ ગયો હતો તે સારી નોકરીની તપાસમાં હતો અને તેને આજે ઇન્ટરવ્યૂ આપવા જવાનું હતું. આ છોકરીને લઈને તે ખૂબ જ ઉત્સાહિત હતો કારણકે મલ્ટીનેશનલ કંપની હતી અને જો આ ઇન્ટરવ્યુ માટે પાસ થઈ જાય તો સારી સેલરી પણ મળે તેમ હતી.
ઇન્ટરવ્યુ પુરું કરીને તે સિલેક્ટ થઈ ગયો અને તેની નોકરી પણ મળી ગઈ. તે તેની નોકરીથી ખૂબ જ ખુશ હતો. મલ્ટીનેશનલ કંપની હતી ખૂબ સારો પગાર હતો અને તેનું જીવન પણ પહેલાં કરતાં ઘણું સારું થઇ ગયું હતું.
આ નોકરી બે વર્ષ સુધી તો તે શાંતિથી કરી રહ્યો હતો અને તે નોકરીમાં પણ તેને ખુબ મજા આવતી પરંતુ બે વર્ષ પછી તે એ જ નોકરી કરતો હોવા છતાં તે પરેશાન રહેવા લાગ્યો. એવું પણ નહોતું કે સમય સાથે તેનો પગાર નહોતો વધ્યો મલ્ટીનેશનલ કંપની હોવાથી તેને ખૂબ જ સારું ઇન્ક્રિમેન્ટ પણ મળ્યું હતું.
પણ તેમ છતાં તે થોડા દિવસથી કોઈ કારણોસર પરેશાન રહેવા લાગ્યો, તેનો માનસિક સ્ટ્રેસ પણ વધવા લાગ્યો અને એના કારણે તેના જીવનમાં અવાર નવાર ઝઘડા થવા લાગ્યા. કોઈ વખત તેના સાથી કર્મચારીઓ સાથે ઝઘડો થઈ જતો તો કોઈ વખત બોસ સાથે પણ ઝઘડો થઇ જતો તો કોઈ વખત ઘરે પરિવારજનો સાથે અથવા તેની પત્ની સાથે અવારનવાર ઝઘડા થવા લાગ્યા.
તેને તેના જીવનમાં વધારે પડતી તકલીફો પડવા લાગી એટલે તેણે નક્કી કર્યું તે વર્ષોથી એક સંતને જાણતો હતો તે સંત પાસે પોતાની સમસ્યા લઈને જશે. અંતે તે સંત પાસે ગયો અને સંતોને પોતાની સમસ્યા જણાવી. અને વત્સલે સંતને કહ્યું મહારાજ બધા લોકોને જાણે મારાથી તકલીફ હોય એવું લાગે છે બધા લોકો મારી સાથે ઝઘડા કરતા રહે છે. જીવન મારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આ મુશ્કેલીઓ અવારનવાર વધતી રહે છે.
તમારી પાસે આનો કોઇ સમાધાન હોય તો મને જણાવો, કારણકે હું જીવન માં મુશ્કેલીઓથી કંટાળી ગયો છું. સંત એ પહેલા વત્સલ ની બધી વાત સાંભળી થોડા સમય સુધી કશું બોલ્યા નહીં. બાજુમાં પાણીનો ગ્લાસ પડ્યો હતો એક ગ્લાસ માંથી થોડું પાણી પીધું પછી સ્વસ્થ થઈને બોલ્યા…
બેટા તે નોળિયો કોણ છે ઓળખે છે? વત્સલ એ કહ્યું અરે શું મહારાજ નોળિયો એટલે તો ખબર જ હોય ને. સંતે તેને જવાબમાં કહ્યું નોળિયો એક નાનું પ્રાણી છે તેમ છતાં તેની સામે ગમે તેવો ઝેરીલો સાપ આવી જાય તો પણ તેની સામે તે ઝઘડે છે અને વિજય પ્રાપ્ત કરે છે. કારણકે આ પ્રાણીની આખી ઉમર માં એટલી બધી વખત તેના શરીરમાં સાપનું ઝેર આવી ગયું હોય છે કે હવે સાપના ઝેર ની તેનામાં કોઈ અસર જ નથી થતી.
વત્સલ નોળિયા વિષે જાણતો હતો પરંતુ આવી રસપ્રદ વાત થઈ તો તે પણ અજાણ હતો કે તેના પર સાપ ના ઝેર ની પણ અસર નથી થતી એટલે આશ્ચર્ય ચકિત થઇ ને સંતને કહ્યું શું વાત કરો છો મહારાજ!!!
પછી સંતે ફરી પાછું કહ્યું જંગલમાં એક વિસ્તાર એવો પણ હોય છે જ્યાં નાના-નાના વિચિત્ર પ્રજાતિના દેડકાઓ જોવા મળે છે. આ દેડકાઓ ખૂબ જ ઝેરીલા હોય છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ દેડકાઓ જ્યારે જન્મે ત્યારે તેમાં ઝેર નથી હોતો.
આ દેડકાઓ એવી ઝેરીલી જડીબુટ્ટીઓ ખાધે રાખે છે કે તેની અંદર એક અલગ પ્રકારનું ઝેર પેદા થઈ જાય છે. આ ઝેર ખૂબ જ ખતરનાક હોય છે અને એના કારણે જ લોકો પણ તેનાથી હંમેશા માટે દૂર રહ્યા કરે છે.