અને લોકોની પ્રગતિ સતત વધતી રહે જેના પરિણામ સ્વરૂપે રાજ્યના લોકો નો વિશ્વાસ પણ જીતી લીધો અને પ્રજાજનો ના દિલ માં વસી ગયા.
કારણ કે રાજ્ય ને આવા કુશળ અને પ્રજા નું ધ્યાન રાખવા વાળા પ્રજાવત્સલ રાજા હજુ સુધી મળ્યા નહોતા આમ પાંચ વર્ષ પુરા થતા નિયમ અનુસાર કેશુભાઈ નો વિદાય સમારંભ ગોઠવાયો.
અને હાથી ની અંબાડી માં બેસાડી અને રાજા કેશુભાઈ ને વિદાય આપવા માટે આખું ગામ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ને ઉમટી પડ્યું અને બધા લોકો ની આંખ માં આંસુ હતા બધા લોકોની રજા લેતા કેશુભાઈ એ કહ્યું કે હું આ રાજ્ય ના નિયમો નું સન્માન કરું છું.
અને હવે નદી પાર કરી અને સામે ના ગામ માં જઈ અને વસવાટ કરીશ પણ અહીંયા પણ રાજ્ય ના લોકો માટે એક સગવડતા કરવા માં આવી છે મેં નદી ઉપર એક પુલ બનાવ્યો છે.
જેથી કરીને અત્યાર સુધી આપણા રાજ્યના લોકો ત્યાં કામ ધંધો કરી શકતા નહોતા. તે કરી શકશે અને પોતે બનાવેલ પુલ રાજ્ય ના લોકો ને નજરે ચડતા જ લોકો ખુશી થી નાચવા લાગ્યા.
કારણ કે રાજા નદી પાર ના ગામ માં સહી સલામત પહોંચી શકશે અને ત્યાં આવવા જવાની લોકો ને સગવડતા થઇ અને કામ ધંધા ને પણ વેગ મળે રાજા તો શાંતિ થી પુલ પરથી ચાલતા ચાલતા નદી પાર કરી અને સામે ના ગામ માં ચાલ્યા ગયા.
આ વાર્તા માંથી આપણે એટલી શીખ લેવાની કે જીવન માં આવેલા સારા સમય નો ઉપયોગ કરી અને એવા કાર્ય કરવા કે કરાવવા જોઈએ જે આપણે અને આપણા પછી ના લોકો ને કામ લાગે દરેક લોકો ના જીવન માં સારો કે નબળો સમય આવે જ છે.
પરંતુ સારા સમય માં બનાવેલ પુલ જ નબળા સમય માં આપણને નદી પાર કરાવી શકે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.