પવને બીજી વાર ની પરીક્ષા નું ફોર્મ ભરી દીધું. અને તેના પિતા તેને ઠપકો આપતા રહ્યા કે ઘર નું તો માંડ પૂરું કરીયે, અને તું દેણું કરી ને પરીક્ષા દેવા ચાલ્યો છો? પણ પવનની માતાએ તેના પિતાજી ને સમજાવ્યું એટલે પિતા હવે પવનને ભણવા માટે સમય આપવા લાગ્યા. અને પવન પણ રાત દિવસ જોયા વગર ભણવામાં લાગી ગયો.
પરીક્ષા ની તૈયારી પૂરજોશમાં કરવા લાગ્યો, થોડા દિવસ માં પરીક્ષા આપી અને ફરી પાછો પવન પિતાજી ની સાથે મજૂરી કરવા જવા લાગ્યો. કારણ કે વળી પાછો નાપાસ થાય તો સરપંચ ને પાંચસો રૂપિયા પાછા આપવા ક્યાંથી? થોડા સમય પછી પવન ના ઘર આંગણે એક સફેદ કલરની મોટર આવી ને ઉભી રહી, ત્યારે પવન અને તેના પિતા બપોરે જમવા માટે ઘરે આવ્યા હતા.
દરવાજો ખખડાવતા તેના પિતા એ દરવાજો ખોલ્યો ત્યારે મોટરમાં આવેલ ભાઈ એ પૂછ્યું કે પવન ભાઈ અહીંયા રહે છે? ત્યારે તેના પિતા એ કહ્યું કે હા તે અહીંયા જ રહે છે, આટલું બોલી ને તે પવન પાસે આવે છે. અને કહે છે કે તું શું કરી ને આવ્યો છે? મોટી મોટી મોટર લઇ ને તને લેવા આવ્યા લાગે છે.
ત્યારે પવન બેઠો થઇ ને બહાર આવે છે. ત્યાં એ લોકો ઘર માં દાખલ થઇ ચુક્યા હોય પવન ને પુછે છે કે પવન તમારું નામ છે? જવાબ માં હા પાડતા જ સામેની વ્યક્તિ એ તેને અભિનંદન આપતા કહ્યું કે તમારો આખા રાજ્ય માં પહેલો નંબર આવેલ છે. અને અમે લોકો પત્રકાર છીએ. હવે તમે તમારા વિશે કહો જે અમે પેપરમાં છાપી શકીએ.
તમારો એક ફોટો પણ જરૂર થી આપજો, આ ખુશ ખબર સાંભળી ને પવનને પણ વિશ્વાસ નહોતો આવતો કે હું આખા રાજ્ય માં પ્રથમ આવ્યો છું. ખુશી માં એના રુવાડા ઉભા થઇ ગયા! અને તેના પિતાજીતો જાણે દિવસમાં તારા જોતા હોય એમ કંઈ બોલી જ ના શક્યા.
આખો પરિવાર જાણે હર્ષોલ્લાસ માં આવી ગયો. અને આખું ગામ પવનના ઘર ની સામે ઢોલ નગારા લઇ ને આવી ગયું. અને મોટા ઉત્સવ જેવું વાતાવરણ થઇ ગયું. સાથે સરપંચ અને તેના પત્ની પણ આવ્યા તે આવતા જ પવને પહેલા તેના પગે લાગી ને આશીર્વાદ માગ્યા, અને કહ્યું કે પાંચસો રૂપિયા ની કિંમત તમારે મન થોડી હશે. પણ જુવો આ પાંચસો રૂપિયા ની કિંમત મારા માટે કેટલી મોટી છે. સરપંચ તેને ભેટી પડ્યા તે તો આખા ગામ નું નામ રોશન કર્યું, અને બધા ઢોલ નગારા ના તાલે ખુશી મનાવવા લાગ્યા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.