નવયુગલ પણ એકબીજા સામે જોઈને જાણે દાદા ની મસ્તી કરી રહ્યા હોય એ રીતે થોડું મરક મરક હસવા લાગ્યા. થોડા સમય પછી ટ્રેન એક સ્ટેશન પર ઉભી રહે છે, આ સ્ટેશન પર ટ્રેન લગભગ પંદરથી વીસ મિનિટ જેટલો સમય ઉભી રહેવાની હતી.
એટલે પેલું નવયુગલ નીચે ઉતરીને પ્લેટફોર્મ ઉપર આમતેમ ઘૂમવા લાગ્યા. ધર્મેશભાઈ ને પણ પાણી ભરવાનું હોવાથી તેઓ પણ નીચે ઉતરીને પ્લેટફોર્મ ઉપર પાણી ભરવા ગયા. ટ્રેન વધારે સમય સુધી રોકાવાની હોવાથી ધર્મેશભાઈ પ્લેટફોર્મ માં જ હતા તેઓએ વિચાર્યું કે ટ્રેન જવાનો સિગ્નલ આપે ત્યારે ચડી જઈશું.
થોડા સમય પછી ટ્રેનને ઉપાડવાનો સમય થઈ ગયો અને સિગ્નલ મળ્યું એટલે તરત જ ધર્મેશભાઈ ડબ્બાના આગળના દરવાજા પાસે વધુ પડતી હોવાથી પાછળના દરવાજેથી ચડવા લાગ્યા. તેઓ ટ્રેનમાં ચડી ગયા અને થોડી જ સેકન્ડોમાં ટ્રેન આગળ વધવા લાગી.
તેઓ પાછળથી ડબ્બામાં ચડ્યો હોવાથી ધીમે ધીમે આગળ વધવા લાગ્યા અને પોતાની સીટ પાસે જઈને બેસી ગયા. સામે જે નવ યુગલ બેઠું હતું એ નવયુગલ પણ નીચે ઉતર્યા હતા, એવામાં યુવક તો આવી ગયો પરંતુ યુવતી તેની સાથે ન હતી અને યુવક આવી અને રાડો પાડવા લાગ્યો. કારણકે એને એવું લાગ્યું હતું કે યુવતી પહેલેથી જ ટ્રેનમાં ચડી ગઈ છે, પરંતુ હકીકતમાં તેની પત્ની પ્લેટફોર્મ પર જ હતી અને તે પોતે ટ્રેનમાં આવી ગયો હતો અને ટ્રેન પણ હવે ઝડપથી ચાલવા લાગી હતી.
હવે શું કરવું તેની કંઈ સમજ ન પડી તે બસ રાડો નાખી રહ્યો હતો, થોડા સમય પછી ધર્મેશભાઈ એ બે યુવક શાંત થયો પછી તેને કહ્યું બેટા તું મને હમણાં અખબાર વાંચવા ની વાત કરી રહ્યો હતો પરંતુ હું તને એક વસ્તુ કહેવા માંગું છું કે તે અખબાર ની જગ્યાએ જો રામાયણ વાંચી હોત તો તને ખબર હોત કે ભગવાન રામે વનવાસ જતા સમયે પહેલા સીતાજીને રથ પર બેસાડયાં હતા તેના પછી તેઓ પોતે ચડ્યા હતા. જો તને આ પ્રસંગ વિશે ખબર હોત તો તું પહેલા તારી પત્નીને ટ્રેનમાં ચડાવીને પછી પોતે આવ્યો હોત. અને તારી સાથે આ ઘટના જ ન બની હોત.
તમને આ સ્ટોરી કેવી લાગી? કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.