ટ્રેન ચાલી રહી હતી, લાંબા સમયગાળા ની સફર હતી એટલે અંદર બેઠા બેઠા ધર્મેશભાઈ રામાયણ વાંચી રહ્યા હતા. ધર્મેશભાઈ ની ઉંમર લગભગ ૭૦ વર્ષ જેટલી હશે, પરંતુ કસરતનો નિત્યક્રમ તેઓએ વર્ષોથી જાળવી રાખ્યો હતો, અને કદાચ એટલા માટે જ તેમનું શરીર આટલું તંદુરસ્ત રહેતું હતું.
આટલી ઉંમરે પણ તેઓને મુસાફરી કરવામાં કોઈ જાતની મુશ્કેલીઓ ન થતી. કોઈ વખત મુસાફરી લાંબી હોય તો તેઓ પુસ્તક સાથે લઈ જતા અને પુસ્તક વાંચવાની તેઓને ટેવ હતી.
આ વખતે પણ મુસાફરી લાંબી હોવાથી તેઓ રામાયણ વાંચી રહ્યા હતા. ધર્મેશભાઈ ની સામેની સીટ પર જ એક કપલ બેઠું હતું આ કપલ ના લગ્ન હમણાં જ થયા હશે કારણ કે બંને ને જોતા તેઓ નવદંપતી લાગી રહ્યા હતા.
ટ્રેનની મુસાફરી ચાલી રહી હતી થોડા સમય પછી નવદંપતી હે ધર્મેશભાઈ ને કહ્યું દાદા તમને એક વાત પૂછું? ધર્મેશભાઈ એ કહ્યું અરે પુછો ને. ધર્મેશભાઈ ને પહેલેથી જ અજાણ્યા લોકો સાથે વાતચીત કરવામાં કોઇ પણ પ્રકારનો ખચકાટ અનુભવતો નહીં અને આમ પણ સામાન્ય રીતે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને અજાણ્યા લોકો સાથે વાતચીત કરવાનો અનુભવ તો થતો જ હોય છે.
નવદંપતી યુગલે ધર્મેશભાઈ ને પૂછ્યું દાદા તમે આ સાંભળી સંભળાવેલી વાર્તાઓ કે કથાઓ વાંચીને તમારો કિંમતી સમય શું કામ બરબાદ કરી રહ્યા છો? આનાથી તમને શું શીખવા મળશે? જો તમારે વાંચવું જ હોય તો પછી આજનું અખબાર જ વાતોને કારણકે તેમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જેનાથી તમને દુનિયાદારી વિશે શીખવા મળે છે તેમજ તમારા વિસ્તારમાં તેમજ આજુબાજુ ના સમાચાર વિશે પણ જાણવા મળે છે.
ધર્મેશભાઈ એ આ સવાલ સાંભળીને પહેલા થોડો વિચાર કર્યો, પછી તેઓને લાગ્યું કે આ સવાલનો જવાબ દેવો તે ઉચિત નથી એટલે તેઓએ માત્ર નવયુગલ સામે હસી અને ફરી પાછું પોતાનું રામાયણ વાંચવા લાગ્યા.