અને ત્યાં જ મંત્રીજી રાજા ની પાસે આવ્યા અને રાજા ને કહ્યું કે તમે ઘોડો અને સફરજન નું ઇનામ રાખ્યું તેના કરતા બધા લોકો ને દસ દસ કિલો બાજરી અને વિજેતા ને દસ તોલા સોના ના ઇનામ ની જાહેરાત કરવાની જરૂર હતી પ્રજાજનો ને બાજરી ખાવા માં તો કામ લાગે અને વિજેતા તે સોના માંથી ઘરેણા બનાવી શકે.
ત્યારે રાજા એ મંત્રીજી ને જવાબ આપતા કહ્યું કે મેં પણ એવું જ વિચાર્યું હતું પરંતુ રાની એ મને કહ્યું કે તમે એક સફરજન અને ઘોડો ઇનામ માં રાખો.
ત્યારે મંત્રીજી એ રાજા ને કહ્યું કે હું તમને તમારું સફરજન અત્યારે સુધારી દઉં? રાજા હસવા લાગ્યા અને મંત્રીજી ને પૂછ્યું કે તમે અત્યારે અડધી રાત્રી એ મને મળવા આવ્યા તેના કરતા કાલે સવારે દરબાર માં પણ મને આ વાત પૂછી શકતા હતા.
ત્યારે મંત્રીજી એ જવાબ આપતા કહ્યું કે હું તો કાલે સવારે જ પૂછવાનો હતો પણ મારી પત્નીએ મને કહ્યું કે તમે અત્યારે જ રાજા ને પૂછી ને આવો કે આવું ઇનામ કેમ રાખ્યું? એટલે રાજા એ પણ મંત્રી ને કહ્યું કે તમારું સફરજન તમે પોતે જ લઇ ને જશો કે માણસ ની સાથે મોકલાવી દઉં ?
પરિવાર નો આધાર સ્ત્રી છે અને મને અત્યારે મારી પત્ની એ કહ્યું કે આ સ્ટોરી તમે લખો એટલે હું પણ સફરજન ખાતા ખાતા લખી રહ્યો છું. અને તમે પણ સફરજન ખાતા ખાતા આ સ્ટોરી ને વાંચશો અને આનંદ મેળવો તેવી આશા સાથે આ વાત અહીંયા પુરી કરીયે…
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.