તેના પતિ સસરા અને બંને દિયર બધા લોકો આવ્યા. ઘરની બહાર રાખેલો ચૂલો જોઈને બધા લોકોને નવાઈ લાગી આવો સ્વચ્છ ચૂલો પહેલી વખત જોયો હતો. કાયમ જે પણ કંઈ મળતું તે ખાઈ લેતા.
ઘરમાં પ્રવેશ્યા એટલે દીકરાની વહુએ કહ્યું કે તમે બધા લોકો હાથ મોઢું ધોઈને સ્વચ્છ થઈને અહીં આવો હું જમવાનું કાઢું છું. બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ઘરમાં પ્રવેશતા ની સાથે ઘરના દ્રશ્ય જોઈને બધા આશ્ચર્યમાં હતા.
વહુએ પાત્રમાં જમવાનું પીરસ્યું જેમાં રોટલી, કઠોળનું શાક હતું. બધા લોકો આવી રીતે ભોજન મળતું જોઈને ખૂબ જ નવીન અનુભવી રહ્યા હતા. જાણે વર્ષો પછી આવી રીતે જમી રહ્યા હોય.
બધા લોકો ભોજન કરીને આરામ કરવા માટે જતા રહ્યા, કારણ કે બીજા દિવસે ફરી પાછું વહેલી સવારે કામે પણ જવાનું હતું. સવારે જ્યારે કામ પર જતા હતા ત્યારે વહુએ બધા લોકોને સાથે થોડું ભોજન આપ્યું.
મોહનભાઈ ને વહુએ પૂછ્યું કે, પપ્પા તમે જે જગ્યાએ જાઓ છો, ત્યાંથી શું તમને માત્ર કઠોળ જ મળે છે કે બીજું પણ કંઈ ખાવાનું મળે છે? ત્યારે મોહનભાઈએ જવાબ આપતા કહ્યું કે ત્યાં અનેક પ્રકારનું ભોજન મળે છે પરંતુ મોટાભાગે તેઓ કઠોળ લેવાનું પસંદ કરે છે કારણ કે તે સહેલાઈથી બની જાય છે.
વહુએ સમજાવ્યું કે હવે અલગ અલગ પ્રકારનું અનાજ લઈ આવજો જેથી કરીને અલગ રસોઈ બનાવી શકાય. ઘરમાં ચૂલા માટે ઇંધણની જરૂર હોવાથી સાથે થોડું લાકડા પણ લાવવા માટે કહ્યું હતું.
તેનો પતિ, સસરા અને પતિના બંને ભાઈઓ ફરી પાછા કામે નીકળી ગયા. જ્યારે પણ હવે એ લોકો કામેથી પાછા ફરતા ત્યારે કંઈકને કંઈક અલગ પ્રકારનું અનાજ લઈને આવતા. તે બધા લોકોના મજૂરીમાંથી અનાજની થોડી માત્રા લઈને અલગ રાખતી.
આ અલગ માત્રામાંથી જ્યારે પણ કંઈ જીવન જરૂરિયાતની વસ્તુ લેવાની હોય ત્યારે તેનો ઉપયોગ કરતી. મોહનભાઈ નું ઘર ધીમે ધીમે હકીકતમાં ઘર થવા લાગ્યું. વહુ ધીમે ધીમે ઘરની પરિસ્થિતિને અનુરૂપ રહેવા લાગી અને ઘરમાં પણ અનેક ફેરફારો થવા લાગ્યા.
ગામડામાં ચારે બાજુ નવી વહુના વખાણ થવા લાગ્યા, અને ફરતા ફરતા આ વાત તેનો પતિ જ્યાં નોકરી કરતો હતો ત્યાં પણ પહોંચી ગઈ. એટલે એ શેઠ એક વખત તેઓના ઘરે આવ્યા હતા.
શેઠ જ્યારે ઘરે આવ્યા ત્યારે વહુ તેને પગે પડી અને આશીર્વાદ લીધા, ત્યારે શેઠે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને થોડા સમય પછી હાથમાંથી એક સોનાનો ચેન આપ્યો. સોનાના ચેન ને માથે લગાવીને વહુએ કહ્યું કે શેઠ આ અમને શું કામ આવશે?
જો તમારે કંઈક આપવું જ હોય તો અમને થોડી જમીન આપો જેથી અમે નાનકડું એવું મકાન બનાવી શકીએ. વહુ નું વાક ચાતુર્ય જોઈને શેઠ પણ રાજી થઈ ગયા અને રમુજ કરતા કહેવા લાગ્યા કે વાત સાચી છે બેટા પરંતુ જમીન તો હું મોહનને જ આપીશ.
અને આ સોનાનો ચેન હવે તમારો છે, ધીમે ધીમે મોહનભાઈ ના ઘરનું જીવન સુધરવા લાગ્યું. તેનો પરિવાર જીવનમાં આગળ વધવા લાગ્યો. વર્ષો વીતતા ગયા અને તેઓએ નવું ઘર બનાવ્યું. મોહનભાઈના પુત્રોને શહેરમાં મોટી અને સારી નોકરી મળવા લાગી.
મોહનભાઈ ને આજે સમજાઈ ગયું કે એક સ્ત્રી જ હોય છે જે પરિવારને ભેગો રાખી શકે છે, અને ઘરગૃહસ્થી સંભાળી અને વ્યવસ્થિત ચલાવી શકે છે. એટલા માટે જ કદાચ કહેવામાં આવતું હશે કે જો સ્ત્રી ઈચ્છે તો ઘરને સ્વર્ગ પણ બનાવી શકે છે અને નર્ક પણ બનાવી શકે છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.