જાન સમયસર ન પહોંચતા, તે યુવતીને ગુસ્સો આવી જાય છે અને વિડીયોમાં તે ગુસ્સે દેખાઈ રહી છે. તેની નજર મુખ્ય દરવાજા પર ટકેલી છે. પરંતુ જ્યારે લાંબા સમય સુધી જાન ન આવી એટલે તે ગુસ્સાથી લાલ થઈ ગઈ. થોડી વાર પછી કન્યાએ વરને ફોન કર્યો. તેણે વરને પૂછ્યું કે શું તે હજી ઘરની બહાર નીકળ્યો છે?
જવાબમાં ના સાંભળતા જ તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. કન્યાએ પૂછ્યું કે હવે ટ્રાફિક નહીં મળે? જવાબમાં કન્યા કંઈ બોલી ન શકી કન્યા ગુસ્સે થઈ ગઈ, કહ્યું આવવાની કોઈ જરૂર નથી મહેરબાની કરીને હવે ન આવો.’ જો કે થોડીવાર રાહ જોયા પછી કન્યા ફરીથી કહે છે કે જલ્દી ઘરેથી નીકળી જાવ. આ દ્રશ્ય પણ ખૂબ રમુજી લાગે છે.
જણાવી દઈએ કે આ વીડિયોને bridal_lehenga_designn નામ ધરાવતા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુકવામાં આવ્યો છે, અને આ વીડિયો પર એક લાખથી પણ વધારે લાઇક્સ મળ્યા હતા. અને લાખો લોકોએ આ વિડીયો જોયો છે.