હવે બધા જમવાનું શરુ કરો જાણ માં આવેલા બધા લોકો જાણે ફસાઈ ગયા, કારણ કે કોણીએથી હાથ વાળ્યા વિના કેવી રીતે જામી શકે? થોડીવારમાં તો બધા એકબીજા ની સામે જોવા લાગ્યા, અને એકબીજા ને પૂછવા લાગ્યા કે હવે આનું શું કરવું? ભૂખ પણ લાગી છે. અને શરત મુજબ જમવું પણ કેવી રીતે?
ત્યારે ગાડા ની નીચે સંતાઈ ને આવેલા વૃદ્ધ ગાડા માંથી બહાર આવ્યા અને જુવાનિયાઓ ને કહ્યું કે બધા એકબીજા ની સામે ગોઠવાઈ જાઓ અને કોણી વાળ્યા વિના તમે જામી ન શકો, પણ તમારી સામે બેઠેલી વ્યક્તિ ને તો જમાડી શકો ને?
અને બધા એ લાડવા ખાવાનું ચાલુ કર્યું, અને માંડવા પક્ષ ના વડીલે કહ્યું કે તમે જુવાનિયાઓ પાસે જુવાની ની જોશ તો હોય છે. પરંતુ હોશ ના હોય એટલા માટે સાથે કોઈ અનુભવી અને વડીલ વ્યક્તિ ની જરૂર પડે છે. કદાચ આ વાત પાર થી જ કહેવત પડી હશે કે “ઘરડા ગાડા વાળે”
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.