અને પોતાના દરેક સંબંધો ને છોડી ને કાયમ માટે આપણી થઇ જાય છે આપણા બધા સુખ દુઃખ માં સહભાગી થાય છે. અને જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી આપણી બાજુ માં ઉભી રહે છે.
શેઠ મુકેશ ને એકદમ ધ્યાન થી સાંભળી રહ્યા હતા. વચ્ચે કશું જ બોલતા નહોતા મુકેશ પાસે થી આટલી અદભુત વાતો સાંભળીને શેઠ ને પણ ખુબ આનંદ આવ્યો. મુકેશે કહ્યું કે પત્ની એ કોઈ એક સંબંધ નથી. એ તો સંબંધ નો ભંડાર છે.
કારણ કે તે જયારે આપણી સેવા કરે છે ત્યારે એક માં બની જાય છે. જયારે તે આની સાથે લાડ પ્યાર કરે છે, અને આપણને ભૂલ પાર ખીજાય જાય ત્યારે તે એક બહેન બની જાય છે. જયારે આપણી પાસે કઈ વસ્તુ લેવા માટે જીદ કરે નખરા કરે ત્યારે એક “દીકરી “જેવી બની જાય છે.
જયારે પરિવાર ના હિત માટે આપણને પણ સલાહ આપે અને ખીજાયપણ જાય ત્યારે એક “મિત્ર “ બની જાય છે, જયારે આખા ઘર ની ચીજ વસ્તુ ની ખરીદી નું બજેટ બનાવે અને બધા ને રાજી રાખે ત્યારે તે એક શેઠાણી બની જાય છે.
અને આખી દુનિયા ને છોડી ને આપણી પાસે બેસી ને પ્રેમ ની વાતો કરે છે ત્યારે આપણી પ્રેમિકા બની જાય અને આપનો પ્રાણ આત્મા બની જાય છે અને આની ઉપર બધું ન્યોછાવર કરી દે છે. હવે તમે જ કહો હું મારી પત્ની ની કદર કરું અને સન્માન આપું તેમાં શું ખોટું છે?
શેઠ પાસે મુકેશ ને કહેવા શબ્દો જ નહોતા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.