મુકેશ એક મોટા વેપારી ને ત્યાં નોકરી કરતો હતો. મુકેશ ને તેના શેઠ સારી રીતે રાખતા અને પગાર પણ સારો આપતા હતા. અને પગાર ઉપરાંત મુકેશ ને કઈ જરૂરત હોય તો તેના શેઠ મુકેશ નું કોઈ કામ અટકવા દેતા નહિ.
અને સામે મુકેશ પણ નોકરી ની કલાકો ગણવાને બદલે જ્યાં સુધી કામ હોય તે ઘરે જતો નહિ. એક દિવસ મુકેશ તેના શેઠ ની સામે બેઠો હતો, ત્યાં તેના ફોન ની ઘંટડી વાગી.
મુકેશે જોયું તો તેના પત્ની નો ફોન હતો પત્ની નો ફોન આવવાથી મુકેશ થોડો પરેશાન થઇ ગયો, આ બધું તેના શેઠ જોઈ રહ્યા હતા. ફોન પત્યા પછી શેઠે મુકેશ ને પૂછ્યું કે તું તારી પત્ની થી આટલો બધો કેમ ડરે છે?
તારી પત્ની કોઈ હિરોઈન જેવી નથી કે નથી ભણી ગણી ને કોઈ ઓફિસર થયેલી ત્યારે મુકેશ પાસે તેના શેઠ ને જવાબ દેવા માટે કોઈ શબ્દો નહોતા.
પણ તેને એટલું કહ્યું કે હું મારી પત્ની નું સન્માન કરું છું. અને તેની પુરેપુરી કદર કરું છું. તેમાં ડરવાની કોઈ વાત જ નહોતી. અને કઈ ફરક નથી પડતો કે એ કેવી લાગે છે. અને કેટલું ભણેલી છે. મને તો સૌથી પ્રેમાળ અને લાગણી ભર્યો સંબંધ મારી પત્ની નો જ લાગે છે.
એટલે શેઠે કહ્યું કે તું તો તું તો જોરૂ નો ગુલામ નીકળ્યો પત્ની નો સંબંધ તને સૌથી પ્રેમાળ અને લાગણી વાળો લાગતો હોય તો બીજા બધા સંબંધ ની તું કઈ કિંમત કરતો જ નથી આને મતલબ તો એમ જ થાય ને ?
મુકેશે ખુબ જ શાંતિ થી જવાબ આપતા કહ્યું કે શેઠ માતા પિતા સંબંધી નથી હોતા. એ તો ભગવાન થી પણ ઉપર હોય છે. આપણને આ દુનિયા માં લાવવા વાળા જ આપણા માતા પિતા છે. તેની સાથે સંબંધ નિભાવવાનો નથી હોતો. તેની તો પૂજા કરવાની હોય છે.
ભાઈ બેન નો સંબંધ જન્મજાત હોય છે, મિત્ર નો સંબંધ મોટા ભાગે મતલબ થી હોય છે, એમ શેઠજી તમારો અને મારો સંબંધ પૈસા નો અને જરૂરિયાત નો છે. પણ એક પત્ની નો સંબંધ જ એવો હોય છે કે કોઈ પણ ઓળખાણ ના હોવા છતાં આપણને પરણીને ઘરે આવે ત્યાર થી હંમેશ ને માટે આપણી થઇ જાય છે.